GUJARATJETPURRAJKOT

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ટી.બી.ફોરમની બેઠક યોજાઈ

તા.૨૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ફેફસા સિવાયના અંગોમાં થતાં ટી.બી. (એકસ્ટ્રા પલમોલરી)ના દર્દીઓ માટે નિષ્ણાત તબીબોના સેમિનાર યોજવા કલેકટરશ્રીની સુચના

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ટી.બી.ફોરમની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ટી.બી.ના દર્દીઓને અનુલક્ષીને થયેલી કામગીરીની આંકડાકીય માહિતી પાવર પોઈન્ટના માધ્યમથી જિલ્લા ક્ષય નિવારણ અધિકારીશ્રી ડો. ઘનશ્યામ મહેતા દ્વારા રજુ કરાઈ હતી. ટી.બી.ની વિવિધ દવાઓ, તેની ઉપલબ્ધતા, દવાઓની નિયમિત આવક, ટી.બી.ના ટેસ્ટ માટેની કીટ, ન્યુટ્રિશિયન કીટ સહિતની સુવિધા, ટી.બી.ના દર્દીઓને દર માસે અપાતી રુ.૫૦૦ની સહાય, દર્દીઓને ઘેર થતા દવાના વિતરણ ઉપરાંત રાજકોટ જિલ્લામાં જિલ્લા ક્ષય કેન્દ્ર, પ્રધાનમંત્રી ટી.બી. મુકત ભારત અભિયાન, ટી.બી. મુકત ગ્રામ પંચાયત વગેરે હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કલેકટરશ્રીએ કરી હતી.

એકસ્ટ્રા પલમોનરી ( ફેફસા સિવાયના અંગોમાં થતા ટી.બી.) ના દર્દીઓ માટે ખાસ જન જાગૃતિ કેમ્પ નું આયોજન અને આંખો ઉપર થતાં ટી.બી. માટે ઓપ્થોલોજીસ્ટ, મગજમાં થતાં ટી.બી. માટે ન્યુરોલોજીસ્ટ, લિવર, આગંળી સહિતના અંગોમાં થતાં ટી.બી. માટે સંલગ્ન નિષ્ણાતોના સેમિનાર યોજવાની સુચના કલેકટરશ્રીએ આપી હતી. તથા આધુનિક સારવાર પધ્ધતિથી ટી.બી.ની સારવાર કરવા અને આ માટે જરૂરી તમામ સુવિધાઓ હોસ્પિટલ, સી.એચ.સી.-પી.એચ.સી.માં અનિવાર્ય રીત ઉપલબ્ધ રાખવાની સુચના આપી હતી. કલેકટરશ્રીએ ટી.બી.ના પોઝિટિવ દર્દીઓની જાણકારી પણ મેળવી હતી. ટી.બી. નાબૂદી માટે વધુને વધુ ટેસ્ટીંગ કરવાની સુચના પણ કલેકટરશ્રીએ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, સી.ડી.એચ.ઓ. ડો. નિલેશ.એમ. રાઠોડ, એ.ડી.એચ.ઓ. ડો. પી.કે.સિંધ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી, ડી.પી.ઓ. ડો. ઝલક માતેરિયા, તાલુકાના હેલ્થ ઓફિસરશ્રીઓ, ડો. લકકડ, ડો.વાછાણી, શ્રી મહેશ રાજ, મેડિકલ ઓફિસરો, ટી.બી. ફોરમના અધિકારી સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહયા હતા..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!