NAVSARIVANSADA

શ્રેયસ હાઇસ્કુલ સાદકપોરમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ -વાંસદા

શ્રેયસ હાઇસ્કુલ સાદકપોરમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
અનોખી પહેલ: બોર્ડમાં પ્રથમ એવા તેજસ્વી વિદ્યાર્થીઓને મહેમાનોની હરોળમાં બેસાડીને બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ.

ચીખલી તાલુકાના સાદકપોર ગામે આવેલ શ્રેયસ હાઇસ્કુલ સાદકપોરમાં વિદ્યા સદ્દભાવના ફંડ પ્રેરિત શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારી ગણના સંયુક્ત સહયોગ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન, વાર્ષિક ઇનામ વિતરણ, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા તથા વાલી મીટીંગ એવા ચતુર્વિધ કાર્યક્રમ શાળાના પટાંગણમાં ઉજવાયો.
ચતૃર્વિધ કાર્યક્રમમાં જિ.પં.આરોગ્ય શાખાના નિવૃત સિનિયર કલાર્ક જગદીશચંદ્ર પટેલના અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે શેઠ એચ.સી.પારેખ નવસારી હાઇસ્કૂલ નવસારીના આચાર્ય રાજેશભાઈ ટંડેલ તથા મુખ્ય મહેમાન તરીકે શ્રી સરદાર શારદા વિદ્યામંદિર વિજલપોરના નિતિનકુમાર ટંડેલ, પ્રાથમિક શાળા સાદકપોરના આચાર્ય હરમેશ પટેલ ,શાળાના માજી આચાર્ય ભીખુભાઈ પટેલ, નટવરલાલ પટેલ, સી.આર.સી જીતુભાઈ પટેલ, ગામના વડીલ અરવિંદભાઈ રાઠોડ વિરેન્દ્રસિંહ રાઠોડ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય ભરતકુમાર ડી.પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવ્યા હતા.ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવ્યું હતું. મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.
વાર્ષિક ઈનામ વિતરણ સમારોહમાં ગત વર્ષે ના બોર્ડમાં પ્રથમ આવનાર ધોરણ 10 ની વિધાર્થીની પ્રિયંકા એચ રાજપુરોહિત અને ધોરણ 12 ની વિદ્યાર્થીની વૈભવી કલ્પેશભાઈ પટેલ તથા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કર્યા હતા.શાળાના આચાર્ચ ભરતકુમાર ડી પટેલે શાળાના પરિચય આપતા કહ્યું હતું કે શાળાએ ગામનું ઘરેણું છે અને વિદ્યાર્થીઓ તેની ચમક છે. અને ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવ્યા હતા. શ્રી સરદાર શારદા વિદ્યામંદિર ના આચાર્ય નિતિન કુમાર ટંડેલ તથા પારેખ હાઇસ્કૂલના આચાર્ય રાજેશકુમાર ટંડેલે કાર્યક્રમને અનુરૂપ સુંદર પ્રાંસંગિક ઉદબોધન કર્યું હતું. વર્ષ દરમિયાન શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવ્રુત્તિઓમાં પ્રથમ દ્રિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું. વાલી મીટીગમાં વાલીઓને પોતાના બાળકોની સાથે સમય અને 3M (મોબાઈલ, મેરેજ પ્રસંગ તથા મોટર સાઇકલ )થી દૂર રહેવાની સૂચનો તથા બોર્ડની પરીક્ષામાં સારી તૈયારી કરે તેવી તકેદારી રાખવાના સૂચનો શાળાના આચાર્યએ વાલીઓને જણાવ્યું હતું. આભારવિધિ શાળાના શિક્ષકા શ્રીમતી વનિતાબેન ચૌહાણ અને સમ્રગ કાર્યક્રમનું સંચાલન બકુભાઈ પટેલે અને કિરણબેન વણકરે કર્યું હતું. શાળાના પ્રમુખ બાલુભાઇ બી.પટેલે ટેલિફોનીક માધ્યમથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!