GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બાળકી સાથે શારીરિક અડપલા કરી હત્યા કરનાર આરોપી ગણતરી ની કલાકોમાં દબોચી લીધો.

મોરબીમાં બાળકી સાથે શારીરિક અડપલા કરી હત્યા કરનાર આરોપી ગણતરી ની કલાકોમાં દબોચી લેતી મોરબી પોલીસ

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ નાની બાળકી ઉ.વ.૫ ના ખુનના ગંભીર ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં શોધી કાઢી આરોપીને મોરબી તાલુકા પોલીસ તથા મોરબી જીલ્લા એલ.સી.બી. પોલીસે દબોચી લીધો.મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ આઇ.પી.સી.કલમ- ૩૦૨, ૩૫૪(એ)(૧) તથા પોકસો એકટ કલમ- ૧૨, ૧૮ મુજબ આરોપીએ ફરીયાદીની દિકરી ભોગબનનાર ઉંમર આશરે પાંચ વર્ષ વાળીને કોઇ લાલચ આપી. ફેકટરીના ગોડાઉનમાં લઇ જઇ, ફરીયાદીની દિકરી ભોગબનનારના શરીરે અડપમલા, ચેન-ચાળા કરતા, ફરીયાદીની દિકરી ભોગબનનારએ અવાજ કરી દેકારો કરતા. કોઇ રીતે ફરીયાદીની દિકરી ભોગબનનારને મારી નાખી મોત નિપજાવી, ખુન કરી ગુન્હો કરેલ હોવાની ફરીયાદી ભોગબનનારના પિતાએ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. હોય જેના આધારે ગુન્હામાં સંડોવાયેલ આરોપી રવિભાઇ મનસુખભાઇ મેંદપરાની તપાસમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા જીલ્લા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન આરોપી રવિભાઈ મનસુખભાઈ મેદપરા ઉવ-૨૯ રહે-૬૦૩ શિવ પેલેસ સિધ્ધીવિનાયક ટાઉનશીપ મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી-૨ વાળો મળી આવતા આરોપીની પુછપરછ કરતા પોતે ગુન્હો કર્યાની કબુલાત આપતો હોય જેથી આરોપીને હસ્તગત કરી જરૂરી મેડીકલ તપાસણી કર્યા બાદ ગુન્હાના કામે અટક કરવા હાલ કાર્યવાહી ચાલુ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!