GUJARATJETPURRAJKOT

Gondal: ગોંડલ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત ખાનગી કંપનીના યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોંડલ વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત ખાનગી કંપનીના યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Rajkot, Gondal: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે ૭૩ – ગોંડલ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીના દિશાનિર્દેશ અનુસાર રાજકોટની દાવત બેવરેજીસનાં યુનિટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં સ્ટાફને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ નાગરિકની મતદાનની પવિત્ર ફરજને યાદ કરાવીને અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત, આગામી ચૂંટણીમાં તા.૭ મેના રોજ અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં યુનિટનો સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!