GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જીલ્લા ખનીજ વિભાગને ખાણ લીઝથી ૩૨.૩૨ કરોડની આવક!ગેરકાયદે ખનીજ ખનન અને સંગ્રહ નાં ૨૨૩ કેસ ઝડપાયા!

MORBI:મોરબી જીલ્લા ખનીજ વિભાગને ખાણ લીઝથી ૩૨.૩૨ કરોડની આવક!ગેરકાયદે ખનીજ ખનન અને સંગ્રહ નાં ૨૨૩ કેસ ઝડપાયા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જીલ્લો ખનીજ સંપદાથી સંપન્ન હોય મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગને એક વર્ષમાં લીઝથી ૩૨.૩૨ કરોડની આવક થઈ છે અને મોરબી જીલ્લો અસ્તિત્વ માં આવ્યો ત્યાર થી આજદિન સુધીમાં આ વર્ષે સૌથી વધારે મહેસુલી આવક હોવાનું પણ ખનીજ વિભાગનાં મદદનીશ ભુસ્તર અધિકારીએ જણાવ્યું હતું. પ્રાપ્ત થયેલી વિગત મુજબ


મોરબી જીલ્લામાં આવેલા , મોરબી, હળવદ ,વાંકાનેર તાલુકાઓમાં બ્લેકત્રેપ, સેન્ડ સ્ટોન, સાદી રેતી અને સફેદ માટી ફાયર કલે તેમજ લાલ માટી રેડ કલે જેવા ખનીજોની કુલ ૩૮૫ કવોરીલીઝો આવેલી છે. જેને લીધે સરકારને દર વર્ષે કરોડોની મહેસુલી આવક મળતી હોય છે જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૯.૨૮ કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે ૨૦૨૩-૨૪ માં ૩૨.૩૨ કરોડની આવક થવા પામી છે જે ૨૦ ટકા જેટલો વધારો દર્શાવે છે. મોરબી જીલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીની સૌથી વધુ મહેસુલી આવક કરવામાં આવી છે. ઉપરાંત જીલ્લામાં ચાલતી ગેરકાયદે ખનીજ ખનન, વાહન અને સંગ્રહની પ્રવૃતિઓ અટકાવવા આકસ્મિક રેડ અને ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ગેરકાયદે ખનીજ ખનન, વાહન અને સંગ્રહના ૨૨૩ કેસ પકડવામાં આવ્યા છે અને ૬૧૪.૪૯ લાખના દંડની વસુલાત કરવામાં આવી છે અને કુલ ૯ કેસોમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!