AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા યુવા કોંગ્રસની કારોબારી બેઠક યોજાઈ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા સર્કિટ હાઉસ ખાતે ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી.ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા અને ભારતીય યુવક કોંગ્રેસનાં મંત્રી અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી રાજેશ સિન્હા ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિની આ કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને અગામી રણનીતિનો ચિતાર મેળવ્યો હતો.તેમજ સંગઠનને મજબૂત બનાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે યુવાનો સોશ્યિલ મીડિયા થકી સરકારની નિષ્ફળતાને લોકો સુધીમાં પોંહચાડે અને આગામી લોકસભાની ચૂંટણી જીતવા યુવા કોંગ્રેસના યુવાનો તૈયાર થઈ ગયા છે.અને યુવાઓ થકી જ આવનાર લોકસભાની ચૂંટણી જીતવામાં આવશે.યુથ કોંગ્રેસ ગુજરાતના પ્રભારી રાજેશ સિન્હા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે ભાજપ સરકાર આદિવાસીઓ વિરોધી સરકાર છે,મણિપુરમાં આપણી આદિવાસી બહેનોને નગ્ન ફેરવવામાં આવી હોવા છતા પ્રધાનમંત્રી મણિપૂર વિશે કંઈ બોલતા પણ નથી.આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ડાંગ યુવા કોંગ્રેસને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી.આ કારોબારી બેઠકમાં ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા,ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી રાજેશ સિન્હા,ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર, ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, કાર્યકરણી પ્રમુખ સ્નેહલ ઠાકરે,મહામંત્રી મુકેશભાઈ પટેલ, મહિલા પ્રમુખ લતા ભોયે, પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ પટેલ, તબરેઝ અહમદ, સૂર્યકાન્ત ગાવિત, તુષાર કામડી તથા મોટી સંખ્યામા કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા..

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!