GUJARATHIMATNAGARSABARKANTHA

માનવતાની મહેક મુલવાઇ વડાલીના અસાઈ ગામના સોમાજીએ પોતાના મૃત પુત્રના અંગોનું દાન કર્યું

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

*આજે 13 ઓગસ્ટ અંગદાન દિવસ ” અંગદાન મહાદાન “*

માનવતાની મહેક મુલવાઇ વડાલીના અસાઈ ગામના સોમાજીએ પોતાના મૃત પુત્રના અંગોનું દાન કર્યું

“નજર સામે પડેલા મૃત પુત્રના દેહમાંથી ક્યાંક જીવ જાગતો થયો તેવો અહેસાસ અંગદાન થકી થયો છે.- પિતા સોમાભાઈ”

“હું માણસ માનવ થઉં તો ઘણું” આ વિચારને સાચા અર્થે સાર્થક કરતા સ્વં. પંકજભાઈ”

પરિવારમાં હસતા રમતા માતા પિતાના લાડ લડી ભાઈ બહેનની મસ્તી સાથે અચાનક જાણવા મળે કે આપનો પનોતો દીકરો માર્ગ અકસ્માતમાં જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ વાત જ પરિવારને અસહ્ય દુઃખના વાદળોથી ઘેરી દે તેવી હોય છે. આવા સમયમાં દિકરાને કઈ રીતે બચાવી લેવો તેના સિવાય કોઈ જ વિચાર ન આવે તે સ્વાભાવિક છે. આવા વિપરીત સમયમાં બીજા વ્યક્તિના સ્વજનને જીવનદાન આપવાની કલ્પના તો કાળઝાળ ગરમીથી તપતા રણમાં કમળ ખીલવવા જેવી હોય છે.

સાબરાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના અસાઈ(વા) ગામના વતની ઠાકોર સોમજી બાદરજીએ પોતાના પુત્ર પંકજકુમારના મૃત્યુ બાદ અંગદાન કરી મનવતાની મહેક પ્રસરાવી છે. પોતાના પુત્રને મૃત્યુ બાદ પણ પૃથ્વી પર જીવિત રાખ્યો છે.

વિગય કંઈક એવી છે કે વડાલીના અસાઈ ગામના વતની સોમજીના પુત્ર પંકજભાઈને છ મહિના પહેલા માર્ગ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પંકજભાઈને અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર રીતે ઘાયલ થવાંથી તેઓ મૃત્યુ પામ્યા હતા. પરિવારજનો મૃત દેહને ઘરે લાવીને અંતિમવિધિની તૈયારીઓ કરી રહ્યા હતા.

આ અંગે વધુ વાત કરતા કોદરેલી (વડાલી)ના પૂર્વ સરપંચશ્રી સિન્હા હિતેશકુમાર વીરચંદભાઈ જણાવે છે કે તે સમયે ઈલાજ માટે સાથે ગયેલા સ્વજન અને ગ્રામજનો દ્વારા દિકરાના અંગોને દાન આપવા માટે પરિવારજનોને જણાવ્યું હતું.

આંગદાનનું નામ સાંભરતા જ પરિવારજનોમાં પહેલા તો ખોટી માન્યતાઓએ પોતાનું ઘર માંડી દીધું. પરંતુ સ્વજનોના સમજાવ્યા બાદ પંકજભાઈનો પરિવાર અંગદાન માટે તૈયાર થયો.

પંકજભાઈના અંગદાન થકી બીજા 8 લોકોને જીવનદાન મળ્યું. 8 લોકોને મળેલા જીવનદાન સાથે પંકજભાઈના પરિવારને પોતાને લીધેલા અંગદાનના નિર્યણનો સંતોષ મળ્યો.

અંગદાનના નિર્યણ થકી પરિવારજનોની નજર સામે પડેલા મૃત પુત્રના દેહમાંથી ક્યાંક જીવ જાગતો થયો તેવો અહેસાસ થયો. આજે પણ આ પરિવાર માટે ક્યાય જુદી જુદી આઠ જગ્યાએ પોતાનો નવ યુવાન પુત્ર જીવિત હોવાનો અનુભવે પરિવારને ક્યાય દીકરો દુનિયામાં નથી તેનો વસવસો કાયમ માટે ખતમ કરી દીધો છે.

તબીબી વિજ્ઞાન ક્ષેત્ર ખૂબ આગળ વધ્યું હોવા છતા હજી કૃત્રિમ માનવ અંગો બનાવી શક્યું નથી. આજે સમગ્ર જિલ્લામાં તેમજ રાજ્યમાં અંગદાનની ખુબ જ જરૂરિયાત છે. ઘણા પરિવારના સ્વજનોને અંગદાન થકી નવજીવન આપી શકાય છે. અંગદાન એક મહાપુણ્યશાળી કાર્ય છે. જે અંગે દરેક સમાજના લોકોએ જાગૃતિ કેળવી અંગદાન જેવા મહાદાનમાં પોતાનો અમૂલ્ય હિસ્સો આપી અંગદાન કરવું જોઈએ.

“શું હોય છે અંગદાન”

અં જે લોકો અંગદાન કરવા ઈચ્છે છે તેમના પર સર્જરી કરીને તેમના કોઈપણ અંગને કાઢીને જરૂરિયાતમંદ વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. જીવિત વ્યક્તિ પણ અંગદાન કરી શકે છે, પરંતુ દરેક અંગનું અંગદાન કરવું શક્ય નથી.આથી કિડની, બોનમેરોનું દાન કરી શકે છે.મૃત માણસની કિડની, લિવર, ફેફસાં, સ્વાદુપિંડ, અંડાશય, આંખો, હાડકાં અને ત્વચાને બ્રેઈન ડેડ જાહેર કર્યા પછી બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.મૃત માણસના અંગદાનથી અન્ય આઠ લોકોને જીવન દાન મળે છે.

“અંગદાન કેટલા સમયમાં કરવું હિતાવહ છે ?

વ્યક્તિ બ્રેઇન ડેડ છે એવું પ્રસ્થાપિત થઈ જાય અને કૃત્રિમ યાંત્રિક સહાયથી થતાં ભ્રમણ દરમિયાન, બને એટલું જલદી અંગોને અલગ કવાં જોઇએ. આંખોનું દાન મૃત્યુના 6 કલાક દરમિયાન થવું જોઇએ.કોષિકાઓનું દાન મૃત્યુના 12 થી 24 કલાક દરમિયાન કરી શકાય છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!