વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ પલસાણા દ્વારા ડાંગ જિલ્લાના અંતરિયાળ શાળા, છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 8000 નોટબુક વિના મૂલ્ય વિતરણ કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા ઝાવડા, ચિકાર, બોરીગાવઠા, લિંગા તથા માધ્યમિક શાળા લિંગા,આશ્રમ શાળા લીંગા, આશ્રમશાળા ગલકુંડના વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જશોદાબા બાળ ઉછેર કેન્દ્ર વઘઈ ખાતે 32 દિકરી જેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ માતા- પિતા અલગ રહે એવી દીકરીઓને નિશુલ્ક રહેવાથી લઈ તમામ સુવિધા કરવામાં આવેલ છે.આ દીકરીઓ બાલવાટીકાથી ધોરણ 12 સુધી પ્રાથમિક શાળા વગેરેમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત વાઘમાળ મુકામે વલ્લભભાઈ ભક્તા અન્ન ક્ષેત્ર સંસ્થા દ્વારા ચાલે છે. જ્યાં દરરોજ વાઘમાળના 22 ,નાની દાબદરના 12,મોટી દાબદરના 12, લવારીમાના 12 એમ મળી 60 જેટલા લાભાર્થી એક સમયે નિશુલ્ક ભોજન લે છે. નિરાધાર વૃદ્ધ, અપંગ, વિકલાંગ, દિવ્યાંગ, મંદબુદ્ધિ ના લાભાર્થીને સેવા આપવામાં આવે છે. અને આ રીતે અભ્યાસ અને કુપોષણ મુક્ત ડાંગ જિલ્લા માટે આ સંસ્થા પ્રયત્નશીલ રહી છે..