MORBIMORBI CITY / TALUKO

ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૩૧ માર્ચ સુધી નોંધણી કરાવવી

ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૩૧ માર્ચ સુધી નોંધણી કરાવવી

જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે

ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધા દ્વારા નોંધણી કરાવી શકાશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રવિ સીઝન ૨૦૨૩-૨૪ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડુતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE – ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કોમ્પ્યુટર સુવિધા દ્વારા તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે, બેન્ક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડુતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત છે. જેથી સંબંધીત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે. ખરીદી સમયે ખેડુતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રીક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામા આવશે જેની નોંધ લેવી.

નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ કરવામાં નહીં આવે તેની ખાસ નોંધ લેશો. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા મેનેજરશ્રી(અનાજ)ની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!