ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લાસેવા સદન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, કલેક્ટરએ પણ કેમ્પનો લાભ લીધો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાસેવા સદન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, કલેક્ટરએ પણ કેમ્પનો લાભ લીધો

પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે.

અરવલ્લી જીલ્લા સેવા સદન મોડાસા ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેકટર,માન અધિક કલેકટર,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,ઇએમઓ,ટીએચઓના માર્ગ દર્શન હેઠળ યોજાયેલ મેડીકલ કેમ્પ માં સેવા સદન સ્ટાફ ના કુલ ૧૦૨ વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો હતો.જેમાં આરોગ્ય વિભાગ ના તબીબો તેમજ સ્ટાફ દ્વારા ડાયાબિટીસ,બીપી,આંખ, દાંત,મગજ સહિત અન્ય બિમારી બાબતે લેબોરેટરી તપાસ તેમજ સારવાર આપવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા મેડિકલ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી.તમામ અધિકારીઓ અને કર્મચારીઓ મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવે તેવી અપીલ કરી હતી.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!