AHAVADANG

નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા ડાંગનાં સાપુતારા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કૃષિ સેમીનાર યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે કૃષિ કોલેજ,ન.કૃ.યુ., વઘઈ અને નવસારી ચેપ્ટર, ઇન્ડિયન સોસાઈટી ઓફ એગ્રોનોમીના સંયુક્ત ઉપક્રમે તા. ૧૨ થી ૧૪ ઓકટોબર, ૨૦૨૩ દરમ્યાન ટ્રાન્સફોર્મેસન ઓફ એગ્રો ટેકનોલોજી ફોર એન્હાન્સિંગ પ્રોડક્શન અન્ડર ડાયવર્ઝસ એગ્રો ઈકો સિસ્ટમ વિષય ઉપર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો કૃષિ સેમીનાર યોજાયો. સેમીનારમાં સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતા વઘઈ કૃષિ કોલેજના આચાર્ય ડૉ. જે. જે. પસ્તાગીયાએ સાંપ્રત સમયમાં આ સેમિનારના મહત્વ વિશેની જાણકારી આપી હતી. આ સેમિનારના અધ્યક્ષ અને  નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીનાં કુલપતિશ્રી ડૉ. ઝેડ. પી. પટેલે બદલતા જતા હવામાનમાં જુદી જુદી ખેત પરીસ્થિતિને અનુલક્ષીને ખેત તકનીકીઓ વિકસાવવા તથા તેને ખેડૂત ઉપયોગી બનાવવા માટે વૈજ્ઞાનિકો અને વિર્ધાથીઓને આહવાન કર્યુ હતું. આ સેમિનારના મુખ્ય મહેમાન અને પી.ડી.કે.વી., અકોલાનાં  કુલપતિશ્રી ડૉ.એસ. આર. ગડક અને કૃષિ યુનિવર્સીટી,કોટા નાં  કુલપતિશ્રી ડૉ.એ. કે. વ્યાસે ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉધબોધન કરેલ હતું. આ સેમિનારમાં વિવિધ રાજ્યોમાંથી ૨૩૦ થી વધુ વૈજ્ઞાનિકો અને વિર્ધાથીઓ ઉપસ્થિત રહીને વિવિધ જમીન તેમજ અબોહવાકીય પરીસ્થિતિમાં  વિકસાવેલ નવીનતમ તકનીકીઓ/ સંશોધનો અંગેનાં ઓરલ તેમજ પોસ્ટર પેઝનટેશન દ્વારા માહિતીનું આદાન-પ્રદાન કરેલ હતું. આ સેમીનાર દરમ્યાન ખેતી ક્ષેત્રે ઉતમ યોગદાન આપવાં બદલ ચાર વૈજ્ઞાનિકો અને બે પી. જી. વિર્ધાથીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતાં. આ પ્રસંગે યુનિવર્સીટીનાં સંશોધન નિયામકશ્રી, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, તેમજ આચાર્ય અને ડીનશ્રીઓ, વૈજ્ઞાનિકશ્રીઓ, નિવૃત વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી ને સેમીનાર ને સફળ બનાવવા માં મહત્વ પૂર્ણ યોગદાન આપેલ હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!