CHIKHLINAVSARI

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં અનેક પરિવારો આવાસના લાભથી વંચિત!

સબ….
પ્રધાનમંત્રી આવાસ સહિતની ગરીબોના ઘર માટેની વિવિધ યોજનાઓના અમલ વચ્ચે તલાવચોરા સહિતના ગામોમાં અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં જીવના જોખમે જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૨૦૧૮ બાદ સર્વે થયો નથી..તો બીજી તરફ પોર્ટલ પરથી ઓટો ડિલીટ થયેલા લાભાર્થીઓને નામો પણ ફરી ચઢ્યાં નથી. ત્યારે હાલમાં જ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાલુકાના ૪૨ જેટલા ગામોમાં ૧૧૯ જેટલા આવાસોનું લોકાર્પણ કરાયું છે. આમ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ઘણા વર્ષોથી અમલમાં છે. આ ઉપરાંત ઓબીસી સમાજના લોકો માટે પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તથા હળપતિ સમાજના પરિવારો માટે હળપતિ ગૃહ નિર્માણ બોર્ડની તથા આદિજાતિ સમાજ માટે આદિજાતિ વિભાગમાં પણ આવાસની જોગવાઈઓ છે.,
તેમ છતાં તાલુકામાં અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા ભીંતવાળા મકાનમાં પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૨૦૧૮ બાદ સર્વે થયું નથી અને જે સર્વે થયું હતું. તે સર્વે મુજબની પ્રતીક્ષા યાદીમાંથી કોઈક કારણોસર પ્રધાનમંત્રી આવાસ યોજનાના પોર્ટલ પરથી ૪૦૫ આસપાસના લાભાર્થીઓના નામો ઓટો ડિલીટ થઈ ગયા હતા.
જ્યારે ૨૦૧૮ બાદ પોર્ટલ નહીં ખુલતા આ ઓટો ડિલીટ થયેલા નામોનો ફરી પોર્ટલ પર પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયો નથી અને ઓટો ડિલીટ થયેલા પૈકી કોઈ લાભાર્થીનું આવાસ મંજૂર થાય તો પણ પોર્ટલ પર નામ નહીં હોવાથી તેને લાભ આપી શકાતો નથી.
પ્રધાનમંત્રી આવાસ યોજના સિવાયની આવાસની યોજનામાં મર્યાદિત ગ્રાન્ટના અભાવે ઘણા ઓછા પ્રમાણમાં લાભાર્થીઓને આવાસનો લાભ મળતો હોય છે.આ સંજોગોમાં અનેક જરૂરિયાતમંદ પરિવારો આવાસના લાભથી આજે પણ વંચિત છે.
ચોમાસામાં આવાસથી વંચિત પરિવારો પર તોળાતુ જોખમ..
આવા તો અનેક પરિવારો આજે આવાસના લાભથી વંચિત છે અને ખાસ કરીને ચોમાસામાં આવા પરિવારોના માથે સતત જોખમ તોળાતું હોય છે. ત્યારે તંત્ર દ્વારા નવેસરથી સર્વે કરાવી કાચા ઘરોને પ્રાથમિકતા આપવી જોઈએ. બાકી હાલની સ્થિત અને ધારાધોરણો મુજબ તો ગરીબ પરિવારોને પાકા ઘરનું સ્વપ્ન રહી જશે તેમ લાગી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!