ARAVALLIMODASA

અરવલ્લી : વહેલી સવારથી જ ધોધમાર વરસાદ,ભિલોડાનો સુણસર નો ધોધ થયો જીવિત, જિલ્લામાં સર્જાયા નયન રમણીય દ્રશ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : વહેલી સવારથી જ ધોધમાર વરસાદ,ભિલોડાનો સુણસર નો ધોધ થયો જીવિત, જિલ્લામાં સર્જાયા નયન રમણીય દ્રશ્યો

અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસાદ વરસવાનું શરુ છે જેમાં ખાસ કરીને ભિલોડા તેમજ ધનસુરા અને મેઘરજ તાલુકામાં હાલ વરસાદ વરસવાનો શરુ છે ત્યારે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં ઇસરી સહીત રેલ્લાંવાડા તેમજ તરકવાડા, ખાખરીયા, જીતપુર જેવા અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે વધુમાં અરવલ્લી જિલ્લામાં વરસેલા વરસાદ ને કારણે હાલ ભિલોડા તેમજ બાયડ ખાતે આવેલ ધોધ જીવિત બન્યા છે તો બીજી બાજુ વરસાદી માહોલ વચ્ચે નદીમાં નવા નિર આવવા ની શક્યતા સેવાઈ રહી છે ત્યારે કહી શકાયઃ કે હાલ અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!