JUNAGADHKESHOD

જલારામ મંદિર કેશોદ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

જલારામ બાપાના વિચારો અને કાર્યોને સંપૂર્ણપણે વળેલું એટલે કેશોદનું જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં ધાર્મિક તહેવારોની ઉજવણી જરૂરિયાત મંદ લોકો માટે સાંજનું અન્નક્ષેત્ર જેમાં દરરોજ શો જેટલા જરૂરિયાત મંદ લોકો પ્રસાદ લેવા માટે આવે છે તેમજ સરકારની યોજનાઓ ના કેમ્પ પણ કરવામાં આવે છે આ ઉપરાંત જલારામ મંદિર દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે મેગા કેમ્પની શરૂઆત કેમ્પ ના ભોજનદાતા ધીરજલાલ ડી.તન્ના, ડો સ્નેહલ પટેલ, રૂપલબેન તન્ના તેમજ દીનેશ કાનાબાર રમેશભાઈ, મહાવીરસિંહ જાડેજા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ નેત્ર નિદાન કેમ્પમાં 250 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ દ્વારા તપાસીને 82 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા.સાંધા વા સાઈટીકા વગેરે દુખાવા માટે વેદ ઉમેશભાઈ ઉમેશભાઈ ભટ્ટ દ્વારા40 દર્દીઓને તપાસી નિઃશુલ્ક દવા તથા સેવાઓ આપવામાં આવેલી હતી જલારામ મંદિર કેશોદ નાં ટ્રસ્ટીઓ દ્વારા સતત 16 વર્ષે થી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે અને અત્યાર સુધમાં 282 કેમ્પ માં લગભગ 21 હજાર જેટલા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન દ્વારા નવી દૃષ્ટી પ્રાપ્ત થયેલ છે.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!