CHIKHLINAVSARI

ચીખલી તાલુકાના અલગ-અલગ જગ્યા ઓ પર વીજપોલ બન્યાં વિજ્ઞાપન દર્શાવતા પોલ.

સબ….
ચીખલી તાલુકાના મોટા ભાગના વીજપોલ જોતા લાગે છે કે વિદ્યુત પરિવહન માટે નહી પણ અલગ અલગ વિજ્ઞાપનો ની જાહેરાત માટે પોલ ઉભા કરવામાં આવ્યા છે.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી તાલુકા માં અને ખાસ કરીને ચીખલી બજાર અને મુખ્ય માર્ગ પર અલગ અલગ જાહેરાતો દર્શાવતા બોર્ડ તો તમે જોયા હશે. ત્યારે જાહેરાતો અને વિજ્ઞાપનો દર્શાવતા બોર્ડ લગાવવા માટે જીવના જોખમે માણસો વિજ પોલ પર બોર્ડ લગાવતાં જોવા મળે છે.ત્યારે વિજ કંપની ના કર્મચારીઓ ને આ બાબતની કોઈ જાણકરી નથી? ત્યારે અનેક જગ્યાએ આ બોર્ડ વીજપોલ પર જૉવા મળી રહ્યાં છે. જ્યારે આ બોર્ડ લગાવવા માટે લોખંડ ની અથવા તો એલ્યુમિનિયમ ની ધાતુ થી બનેલાં તારનો ઉપયોગ વધુ પ્રમાણ માં થાય છે.જ્યારે આ ધાતુ વિજ વાહક છે. એવા માં જો કોઈ અજુક્તા કારણ સર કોઇ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? શું આ બાબત ની જવાબદારી દક્ષિણ ગુજરાત વીજ કંપની લેશે ખરી? કે પછી સ્થાનિક વહીવટી તંત્ર લેશે?આ વીજપોલ પર વીજ કેબલો સિવાઈ બીજા કેબલો પણ જોવા મળે છે. તો જો શોટસર્કિટ કે પછી બીજી કોઇ સમસ્યા સર્જાઈ તો જવાબદાર કોણ? શું આ બાબત નું ધ્યાન સ્થાનીક વહીવટી તંત્રને નથી? ત્યારે આ પોલ પર જાહેરાત અને વિજ્ઞાપનો ના બોર્ડ લગાવવા ની પરમિશન વિજ કંપનીએ આપી છે કે પછી પરમિશન વગર જ લગાવી દેવામાં આવે છે?જો પરમિશન વગર લગાવી દેવામાં આવ્યાં હોય તો ફિલ્ડ લટાર મારતાં વિજ કંપની ના કર્મચારીઓ ને આ બાબત ધ્યાન માં આવી નથી? ત્યારે આ વિજ પોલ પર વિજ કેબલ સિવાય અન્ય કેબલો જોવા મળે છે.તો એ કેબલો નાખવાની પરમિશન કોણે આપી? જેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.ત્યારે આવનારા દિવસોમાં વિજ કંપની ના કર્મચારી આ બાબત એ કોઈ અંકુશ લવાગશે કે પછી હાથ પર હાથ ધરી બેસી રહેશે. એ આવનારા દિવસો માં જોવાનું રહ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!