AHAVADANG

ડાંગ જિલ્લાના યુવાને કાશ્મીરના ગુલમગૅ ખાતે યોજાયેલ રમતમા સિલ્વર મેડલ મેળવ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

તા.૨ ફેબ્રુઆરી થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુલમગૅ (કાશ્મીર) ખાતે ૯ મી નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ રમોત્વસ યોજવામા આવ્યો હતો. જેમા આઇસ સ્ટોક ટીમ ઈવેન્ટમા ડાંગ જિલ્લાના પૃથ્વી ભોયેએ સીલ્વર મેડલ મેળવી, જિલ્લાનુ નામ રોશન કર્યુ છે.

પૃથ્વી વસંત ભોયે ખેલો ઈન્ડિયામા પણ આઈસ સ્ટોક સ્પોર્ટમા ગુજરાતની ટીમ વતી રમવા માટે પસંદગી પામ્યા છે. જેઓ તા ૧૧ ફેબ્રુઆરી થી કાશમીર ખાતે રમશે.

આઇસ સ્ટોક સ્પોર્ટને “આઇસ સ્ટોક સ્પોર્ટ” અથવા “બેવેરિયન કર્લિંગ” તરીકે પણ ઓળખવામા આવે છે. શિયાળા રૂતુની આ રમત પરંપરાગત રીતે બરફની સપાટી પર રમાય છે. ઉનાળામા ડામર રોડ ઉપર પણ આ રમતના કાર્યક્રમો યોજવામા આવે છે. સ્પર્ધકો બરફની સપાટી પર બરફના સ્ટોકને સ્લાઇડ કરે છે. લક્ષને લક્ષ્યમા રાખીને અથવા સૌથી લાંબુ અંતર કાપવા માટે બરફના શેરોમા ગ્લાઈડિંગ સપાટી હોય છે. જેની સાથે લાકડી જોડાયેલ હોય છે. આ રમત મોટે ભાગે દક્ષિણ જર્મની, ઑસ્ટ્રિલીયા અને ઇટાલીમા રમાડવામા આવે છે.

આઇસ સ્ટોક એ ભારતના ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ પ્રોગ્રામમા પણ એક ઇવેન્ટ છે. જે હાલમા ગુલમગૅ કાશ્મીર ખાતે યોજાનાર છે. જેના ટ્રેનર તરીકે સુરત શહેરના વિકાસ વર્મા કામ કરી રહયા છે.

પૃથ્વી ભોયે આ અગાઉ પણ આઈસ સ્ટોક રમતમા મેડલ મેળવી ચુક્યા છે. ગુજરાતના રમતગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે તેમને સન્માનિત પણ કરવામા આવ્યા હતા. સાથે જ તેઓ તાઈકવોન્ડો રમતમા બ્લેક બેલ્ટ છે.

આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોિયેશનના પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ વસાવા અને સેકેટરી રંજનબેન વસાવા તરફથી પણ પૃથ્વી ભોંયને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!