NAVSARINAVSARI CITY / TALUKO
UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત તાલીમ કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાના UCD શાખા દ્વારા PM SVANidhi યોજના અન્વયે શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટેનો FSSAI મારફત તાલીમ કાર્યક્રમ ઘાંચીપંચની વાડી નવસારી ખાતે યોજવામાં આવ્યું હતું..જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ બી. વસાણી ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર નાગર સાહેબ , મહાનગરપાલિકા સેક્રેટરી વિમલભાઈ પરમાર , UCD અધિકારી, દુષ્યંતભાઈ દેસાઇ તથા UCD શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલા તેમજ 227 જેટલા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ બહોળી સંખ્યામાં તાલીમ કાર્યક્રમમાં હાજર રહેલા. FSSAI નાં ટ્રેનર દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટેનું પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવેલ હતી.PM SVANidhi 2.0 તથા સરકારની અન્ય યોજનાઓ વિષે ફેરિયાઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા.