NAVSARIVANSADA

Vansda:વાંસદા તાલુકા પંચાયતમાં નારાજગીનો દોર યથાવત.. !!

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ- વાંસદા

વાંસદા તાલુકા પંચાયતમાં નારાજગીનો દોર યથાવત.. !!
…………………
૬ થી ૭ જેટલા તાલુકા પંચાયતના સભ્યોએ રાજુનામાં ધરી દીધાની લોકચર્ચા…!
………….

વાંસદા ભાજપ માં વિવાદનો ઉકળતો ચરું સપાટી પર આવી રહ્યો છે.અહી તાલુકા પંચાયત નાં પ્રમુખની નિમણૂકના પગલે વિવાદ ઊભો થયો હતો.જે યથાવત છે ત્યારે તાલુકા પંચાયતના નારાજ ૬ થી ૭ સભ્યોએ રાજીનામા ધરી દીધા ની લોકચર્ચા ઉઠવા પામી છે.
હાલ રોટેશન પદ્ધતિથી વાંસદા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યની સત્તાવાર વાર રીતે વરણી કરવામાં આવી હતી..પરંતુ વાંસદા તાલુકા પંચાયતમાં અડિંગો જમાવી બેસેલા અમુક લોકોને શાસનની ઘેલછા છુટતી ન હોઈ આવા સેવકોને લીધે વાંસદા ભાજપ પ્રેરિત તાલુકા પંચાયત હંમેશને માટે વિવાદમાં રહી છે. હાલ ૬ થી ૭ નારાજ સભ્યો નાં રાજીનામાનો વિવાદ ઉભો થતાં ભાજપ જીલ્લા સંગઠન નાં પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ પોતાની ટીમ સાથે વાંસદા દોડી આવ્યા હતા.અને થીંગડા મારવાનો પ્રયાસ કર્યો હતો.
વળી અહીંની રાજકીય પરિસ્થિતિની વાત કરીએ તો અહીં જૂથવાદ સોળે કળાએ ખીલ્યો હોઈ વિરોધનો વંટોળની ડમરીઓ ચારેકોર ઉડવા લાગી છે..અહી જૂથવાદ નવો નથી.દરેક ચૂંટણીઓમાં આ જૂથવાદ નાં કારણે જ આશ્ચર્યજનક રીતે પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અફસોસની વાત તો એ છે કે વકરેલા આ જૂથવાદ ને નાથવા વાંસદા ભાજપ સંગઠન વામણું પુરવાર થયું છે તાલુકા સંગઠન માં એવો એક પણ નેતા દેખાતો નથી કે જે જૂથવાદ ને ખાળી શકે અને સંગઠનને મજબૂત કરી શકે.ત્યારે ભાજપનું ઉચ્ચ સંગઠન આ બાબતે સક્રિય બને અને લોકસભા ની ચૂંટણી પહેલા વહેલામાં વહેલી તકે તાલુકાના નવા સક્ષમ સંગઠનની રચના કરવામાં આવે એવી લોક માંગ પણ ઉઠવા પામી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!