KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મલાવ ચોકડી નજીક રોડ પર તોતિંગ ઉભા ઝાડમાં એકાએક આગ લાગતાં અફડાંતફડી મચી.

તારીખ ૧૫ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ મલાવ ચોકડી નજીક આવેલી કાલોલ સ્ટીલ કંપની પાસેના રોડ પર કણજીના મહાકાય ઉભા ઝાડમાં આગ ફાટી નીકળતા ઝાડા રોડ તરફી નમી પડતા દોડધામ મચી જવા પામી હતી.અને અગમચેતી રૂપે કાલોલ મલાવ બન્ને તરફનો માર્ગ નો વાહન વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો હતો.ગતરોજ કાલોલ થી મલાવ ને જોડતા માર્ગ પર અડીને આવેલી કાલોલ સ્ટીલ કંપની પાસેના રોડ ઉપર રાત્રીના નવેક વાગ્યાના સુમારે મહાકાય કણજી ના ઉભા ઝાડમાં એકાએક આગ ભભુકી ઉઠતા અફડાંતફડી મચી જવા પામી હતી. જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા જાગૃત નાગરિક એવા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ શકીલભાઇ વાઘેલા દ્વારા તાત્કાલીક ટેલીફોનીક મારફતે કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેડી તરાલ તથા નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેતા જ્યાં ટ્રાફિકજામ પણ હળવો થયો હતો.ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આગની ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે અંદાજે એક વર્ષ અગાઉ મલાવ રોડ ઉપર ઝાડ પડવાના બનાવો અવારનવાર બન્યા છે અને આ બનાવમાં કાલોલ સ્ટીલ કંપનીમાં નોકરી પરથી છુટી પરત ઘરે જતા બે કામદારોનાં અંધારામાં આજ રોડ પર ઝાડ સાથે બાઇક અથડાતાં બાઇક સવાર બન્ને કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે બીજી બાજુ દોલતપુરા માર્ગની બાજુમાં આવેલા તોતિંગ ઝાડ ઇકો ગાડી ઉપર પડતા ડ્રાઈવર તેમજ સાથે બેઠેલા બન્ને ઝાડ નીચે દબાઇ ગયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!