GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામે અને છતર ગામે જાહેરમાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા

TANKARA:ટંકારાના હરબટીયાળી ગામે અને છતર ગામે જાહેરમાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા

 

 

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જાહેરમાં જુગાર રમતા સાતને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૪૫,૩૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હરબટીયાળી ગામે નવા પ્લોટ વિસ્તારમાં વોકળા કાંઠે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અરવિંદ ધનજીભાઈ મુછ્ડીયા, અજીત ટપુભાઈ નમેરા, કલ્પેશ બળવંતભાઈ મોરાડીયા, નઝીર ઈસાભાઈ ઠેબેપોત્રા, હરપાલ મંગાભાઈ સોલંકી, યોગેશ પ્રવીણભાઈ જોગેલ અને અનીસ ઈસ્માઈલ ઠેબેપોત્રા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૪૫,૩૫૦ જપ્ત કરી છે

ટંકારાના છતર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા છતર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૫,૪૦૦ જપ્ત કરી છે

ટંકારા પોલીસ ટીમે છતર ગામે દેવીપુજકવાસમાં રેડ કરી હતી લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સંજય હકાભાઇ ટોળિયા, મનોજ હકાભાઇ ટોળિયા, મનુભાઈ લધુભાઈ ટોળિયા અને હિતેશ હકાભાઇ ટોળિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૫,૪૦૦ જપ્ત કરી છે

Back to top button
error: Content is protected !!