GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિરાણી હાઇસ્કુલ ખાતે માનસિક સ્વાસ્થ્યની જાગૃતતા અંગે “મંદુરસ્તી” નામક સેમીનાર યોજાયો

તા.૧૩/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: વિરાણી હાઈસ્કૂલ રાજકોટ ખાતે અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત “મંદૂરસ્તી”નામક માનસિક સ્વાસ્થ્ય જાગૃતતા માટેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

સેમીનારમા મનોવૈજ્ઞાનિક કાઉન્સેલર ડૉ. કર્તવી ભટ્ટ દ્વારા મંદૂરસ્તી શું છે, માનસિક સ્વાસ્થ્ય શું છે, શા માટે જરૂરી છે, અને કઈ રીતે માનસિક સ્વાસ્થ્ય જાળવી શકાય જેવી વિવિધ જરૂરી માહિતી આપવામાં આવી હતી. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવું કેટલું અગત્યનું છે અને તે કઈ રીતે જાળવી શકાય તે અંગે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.

મંદૂરસ્તી સેમિનારમાં અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નીલેશભાઈ શાહે ઉપસ્થિત રહી પ્રાસંગોચિત્ત ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. વિરાણી શાળાના પ્રિન્સીપાલ શ્રી હરેન્દ્રસિંહ ડોડીયા, મહેતા, પ્રણવ શુક્લા અને અન્ય શિક્ષકોનો સહકાર રહ્યો હતો. આ ઉપરાંત કોઈને ચિંતા, તણાવ, ડિપ્રેશન, ડર, અનિંદ્રા વગેરે જેવી કોઈ સમસ્યા હોય તો એ માટે મંદુરસ્તી દ્વારા નિઃશુલ્ક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવેલ છે જે માટે નં. ૭૮૬૩૮ ૩૬૨૨૬ પર સંપર્ક કરી શકાશે.

Back to top button
error: Content is protected !!