BHACHAUKUTCH

ભચાઉમાં 3.1ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છમાં ફરી એક વખત ધરતી ધ્રુજી છે. કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 26 કિમી દૂર નોંધાયુ હતું. સવારે 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ અગાઉ 30 જાન્યુઆરીના રોજ એક જ કલાકની અંદર ભૂકંપના બે આંચકા અવનુભવાયા હતા. દુધઈ પાસે સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ સિવાય ખાવડા પાસે સવારે 5.18 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!