GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડેસર બાર એસોસિયેશનના હોદ્દેદારોની બીનહરીફ સર્વસંમતિથી નિમણૂક કરાઈ

તારીખ ૨૬/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા જિલ્લાના ડેસર તાલુકા ડેસર વકીલ મંડળની ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે કમિટીના નવા હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ડેસર કોર્ટ માં પ્રેક્ટિસ કરતા ડેસર વકીલ મંડળ માં નોંધાયેલા તમામ સીનીયર વકીલ અને જુનિયર વકીલ મિત્રો હાજર રહેલા અને વર્ષ ૨૦૨૪ માટે ડેસર વકીલ મંડળ ના નવા હોદ્દેદારોની બિનહરીફ સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી જેમાં ડેસર વકીલ મંડળ ના પ્રમુખ પદે વકીલ કમલેશભાઈ શાહ ઉપપ્રમુખ રણજીતસિંહ રાઉલ મંત્રીપદે નસરૂ જી ખાનજાદા સહ મંત્રી પદે સંજય ગોહિલ ખજાનચી પદે સરફરાઝ ખાનજાદા તથા હિતેષ ભૌઇ નિમણૂક કરવામાં આવી જેમા તમામ વકીલ મંડળ ના સિનિયર તથા જુનિયર વકીલ મિત્રો એ નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી ને વકીલો ના હીતો રક્ષણ થાય અને દરેક પરિસ્થિતિ કે વકીલો ના પ્રશ્નો નુ નિરાકરણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી અને નવા હોદ્દેદારો એ પણ વકીલ ઓને ખાત્રી આપી હતી અને વકીલો ના હીતો નું વકીલો નું સન્માન જળવાય વકીલો ની સામાજિક આર્થિક આકસ્મિક પરિસ્થિતિ માં વકીલોના પડખે ઊભા રહી સાથ સહકાર આપવા નો વિશ્વાસ આપ્યો. અને આવીજ રીતે વકીલો ની એકતા જળવાઈ રહે તે બાબતે ખાતરી આપી. નવા હોદ્દેદારો એ ડેસર વકીલ મંડળ ના સિનિયર તથા જ.વકીલ મિત્રો નું હૃદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!