JETPURRAJKOT

જેતપુર શહેર તેમજ તાલુકામાં વ્યાજંકવાદીઓ સામે નોંધાય ફરિયાદ

તા.૧૭ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર શહેરના અમરનગર, ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા હાર્દિક ચંદુ ઉસદડીયા (પટેલ, ઉ.વ.3ર)એ જેતપુરના બાવા વાળાપરામાં રહેતા ધીરૂ અરજણ કુંભાણી સામે ફરિયાદ કરી છે કે તેમના મમ્મી બિમાર હોય, વર્ષ ર019માં આરોપી પાસેથી 80 હજાર રૂપિયા એક મહિના માટે ઉછીના લીધા હતા. રૂપિયાની સગવડ ન થતા આરોપીએ 10 ટકા વ્યાજ લેખે દર મહિને 8 હજાર એમ 1ર મહિના સુધી 96 હજાર રૂપિયા લીધા હતા. જે પછી પણ ઉઘરાણી ચાલુ રાખી હતી જેથી ફરિયાદ નોંધાવી હતી.

તાલુકાના ખજુરી ગુંદાળામાં વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આપઘાત કર્યા પછી પણ પુત્ર પાસે ઉઘરાણી,આરોપીએ ધમકી આપી કે 10 લાખ આપી દેજે નહીંતર તારા હાલ પણ તારા બાપ જેવા જ થશે જેતપુર તાલુકા પોલીસ મથકે રામકુ લખુ માંકડ અને તેના પુત્ર મહેન્દ્ર (રહે. બંને વાડાસડા) વિરૂધ્ધ ખજુરીગુંદાના સરદાર પ્લોટમાં રહેતા રોનક ગોપાલ બુટાણીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતાએ રામકુ પાસેથી 4.50 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. આરોપી રામકુએ ગોપાલભાઇની ખેતીની જમીનનું સાટાખત કરાવી લીધુ હતું. વ્યાજના ચક્રમાં આવી ગયેલા ગોપાલભાઇ 8 લાખ રૂપિયા ભરપાઇ કરી દીધા પછી પણ વ્યાજખોરના ત્રાસથી ગોપાલભાઇએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેનો ગુનો નોંધાયો હતો. જે પછી ગોપાલના પુત્ર રોનકને રામકુના પુત્ર મહેન્દ્રએ ધમકી આપી હતી કે તારા પિતાએ લીધેલા રૂપિયા વ્યાજ સહિત 10 લાખ આપી દે અને કેસ પણ પાછો ખેંચી લે નહીંતર તારી હાલત પણ તારા બાપ જેવી જ થશે. જે પછી એક દિવસ રામકુએ પણ ધમકી આપી હતી કે તારે હવે શું કરવાનું છે જે કર તે સમજી વિચારીને કરજે. જે પછી આરોપીઓએ ખેતીની જમીન હડપ કરવા કોર્ટમાં દિવાની કેસ પણ કર્યો છે. પોલીસે ગુનો નોંધી બંને પિતા પુત્રની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

બલેનો કાર ખરીદી જેતપુરના રેલકર્મી વ્યાજના ચક્રમાં ફસાયા

જેતપુર તાલુકા પોલીસ મથકે ભરતભાઇ ભાદાભાઇ ડેડાણીયા (કોળી, ઉ.વ.29)એ ગોંડલના ગોમટા ખાતે રહેતા જામભા ગોહિલ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ હાલ ચાંપરાજપુર રેલવે સ્ટેશન ખાતે ગેંગમેન તરીકે રેલવેમાં સરકારી નોકરી કરે છે. વર્ષ 2018માં બલેનો ડેલ્ટા કાર લીધી હતી જે પછી ઘરમાં રૂપિયાની જરૂરીયાત ઉભી થતા અને પોતાનો પગાર 18 હજાર હોય, ફાયનાન્સ પર લીધેલી કારના હપ્તા ન ભરી શકતા જામભા પાસેથી 20 હજાર રૂપિયા 8 ટકાના વ્યાજે લીધા હતા. જે પછી માસિક 1600 રૂપિયા એમ સળંગ 8 મહિના સુધી 12800 રૂપિયા આપી દીધા પછી પણ વ્યાજ અને 20 હજાર મૂડીની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વિરપુરમાં તો વ્યાજખોરોએ ઓફિસ ખોલી નાંખી હતી : ભોગ બનનાર બે વ્યકિતએ ફરિયાદ નોંધાવી

વિરપુરમાં વ્યાજખોરીના બે જુદા જુદા ગુના નોંધાયા છે જેમાં બે આરોપી કમલેશગીરી મોરારગીરી ગોસ્વામી (રહે. કાગવડ) અને તેનો પાર્ટનર અરવિંદ પ્રાગજી લુણાગરીયા (રહે. જેતપુર)એ વિરપુરમાં વ્યાજવટાવની ઓફિસ ખોલી વ્યાજખોરીનો ધંધો શરૂ કરી દીધો હતો. પ્રથમ ફરિયાદમાં આ બંને આરોપીઓ સામે આક્ષેપ કરતા રીક્ષા ડ્રાઇવર જીજ્ઞેશભાઇ ભીખુભાઇ નિમાવત (ઉ.વ.41, રહે. ટાવર ચોક, સોની વાડી શેરી, વિરપુર)એ જણાવ્યું હતું કે મારે આર્થિક તંગી હોવાના કારણે કમલેશ અને અરવિંદે ઓફિસ ખોલી હોવાનું જાણ થતા તેની પાસેથી 16 વ્યાજે લઇ 20 હજાર ચુકવ્યા હતા. અને મારા ભાઇએ પણ 16 હજાર લઇ 20 હજાર ભરી દીધા હતા. વ્યાજે રૂપિયા આપતા સમયે આરોપીઓએ કોરા ચેક બંને ભાઇઓ પાસેથી લીધા હતા. તમામ રૂપિયા ચૂકવી દીધા પછી પણ બંને ભાઇઓ સામે ચેક રીટર્નની ફરિયાદ કરી હતી. કમલેશગીરીને વાત કરતા તેણે જણાવેલ કે અરવિંદ હવે મારો પાર્ટનર નથી તેને મારા ઉપર પણ ચેક રીટર્નની ફરિયાદ કરી છે. બીજા કિસ્સામાં વિરપુરમાં જુના બસ સ્ટેન્ડ ચોક પાસે ચાની હોટલ ધરાવતા ધર્મેન્દ્ર મનસુખ સોલંકી (ઉ.વ.49)એ આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે 16 હજાર એમની ઓફિસેથી લીધા હતા અને 100 દિવસમાં 20 હજાર ચૂકી દીધા હતા. પૈસા આપતા સમયે લીધેલો ચેક અરવિંદભાઇએ રીટર્ન કરાવી ખોટી રીતે કોર્ટ કેસ કર્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!