GUJARATHALOLPANCHMAHAL

પંચમહોત્સવના છેલ્લા દિવસે,લોક ગાયક કિંજલ દવેએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩૦.૧૨.૨૦૨૩

પંચમહાલ જિલ્લામાં “વર્લ્ડ હેરિટેજ સાઇટ” ચાંપાનેર-પાવાગઢ,વડા તળાવ ખાતે પંચમહોત્સવના છેલ્લા અને પાંચમા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.પાંચમા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કિંજલ દવેએ સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કરાઈ હતી,જેમાં ભરત નાટ્યમ અને સ્થાનિક કલાકાર વીજાનંદ તુરી દ્વારા રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું.આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું.સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.પંચમહોત્સવની બાજુમાં ૫૦ સ્ટોલમાં ક્રાફટ બજાર કાર્યરત છે.જ્યારે જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો, બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો હતો.જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈને ખરીદી હતી. આ સાથે લોકગાયક કિંજલ દવેની સંગીત સંધ્યા સાથે પંચમહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.સંગીત સંધ્યા પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, હાલોલનાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા કલેકટર આશિષ કુમાર,અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!