GUJARAT

ડાંગ જિલ્લા ભાજપા પાર્ટીનો દિવાળી નિમિતે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં  ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રીનાં અધ્યક્ષ સ્થાને દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ મહામંતત્રી રત્નાકરજીનાં અધ્યક્ષ સ્થાને દિવાળી નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ  કાર્યક્રમમાં વલસાડ ડાંગ સાંસદ કે.સી પટેલ તથા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ આર.પટેલે ઉપસ્થિત રહી ભાજપાનાં કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રત્નાકરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિકાસકીય કામોને વર્ણવી ડાંગની જનતાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.ભાજપાનાં સ્નેહમિલન કાર્યક્રમમાં ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત,જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન મહામંત્રીઓમાં રાજેશભાઈ ગામીત,હરિરામભાઈ સાંવત, દિનેશભાઇ ભોયે,જ્યારે આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.તેમજ ડાંગ જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!