BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકા ના સો ટકા તળાવમાં નમૅદા નિર છલકાવવા તા.ભાજપ મોવડી મંડળ દ્વારા રજુઆત
23 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મુક્તેશ્વર થી ડિંડોલ નમૅદા યોજના પાઈપલાઈન દ્વારા વતૅમાન 49 તળાવમાં વડગામ તાલુકાના અડધાથી વધુ ગામોમાં નિમ્ન થયેલ 49 તળાવમાં નમૅદા નિર છલકાવવા નું કામ સિંચાઈ વિભાગ દ્વારા ગતિ માં છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તા.ભાજપ પ્રમુખ કામરાજભાઈ એચ.ભુતડીયા એદ્રાણા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવિણસિંહ રાણા કોદરામ, પ્રદેશ ભાજપ પદાધિકારી અશ્વિનભાઈ સક્સેના, ભોપાલ સિંહ ડાભી દશરથજી ઠાકોર નળાસર સહિત તમામ પદાધિકારીઓ
કાયૅકરો, સરપંચો દ્વારા શનિવારે બનાસકાંઠા પ્રભારી કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત ને રૂબરૂ મુલાકાત કરી
તાલુકા ના બાકી રહેતાં તમામ તળાવમાં નમૅદા નિર છલકાવવા રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે પ્રભારી મંત્રી એ ગણત્રીના દિવસોમાં ખેડૂતો ના સિંચાઈ નો પ્રશ્ન ઉકેલા ખાત્રી આપી છે.
અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ