BHARUCHNETRANG

થવા ખાતે તાલુકા કક્ષાના દસ દિવસય સમર કોચિંગ કેમ્પનું આયોજન કરાયુ.

થવા ખાતે તાલુકા કક્ષાના દસ દિવસય સમર કોચિંગ કેમ્પનું આયોજન કરાયુ.

નેત્રંગ તાલુકાનાં થવા ખાતે આવેલ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા અને પ્રાથમિક શાળા થવા બ્રાંચના બાળકોને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના ઉપક્રમે કોચિંગ સમર કેમ્પ અંતર્ગત નેત્રંગ તાલુકા કક્ષાના દસ દિવસય સમર કોચિંગ કેમ્પનું આયોજન કરાયુ.

વેકેશનમાં બાળકો પ્રવૃત્તિમય રહે ,સમયનો સદુપયોગ કરે, બાળકોમાં ખેલદિલી, સમયપાલમ, શિસ્ત સમુહજીવન ભાવનાનું સંચાર થાય એ હેતુથી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા આયોજિત શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવામાં ૧૦ દિવસય સમર કેમ્પનું આયોજન થયું. જેમાં ધોરણ ૫ થી ૯ ના ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.

આચાર્ય રંજનબેન અને કોચ નુકતા બિલાલા રસ લઈ બાળકોને પુરા 10 દિવસનો પુરા સમય નો લાભ મળે એ હેતુથી નિવાસી કેમ્પનું આયોજન કર્યું જેમાં ઘણી એક્ટિવિટી કરાવવામાં આવશે. સંસ્થાના મંત્રી માનસિંહ દાદા અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ પણ બાળકોને શુભેચ્છા પાઠવી. આ કેમ્પમાં શ્રી કૃષ્ણ આશ્રમ શાળા, થવા અને પ્રાથમિક શાળા થવાના બાળકો ભાગ લઈ રહ્યા છે.

બ્રિજેશકુમાર પટેલ,

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!