રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજીના અધ્યક્ષસ્થાને વાંકાનેર તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લામાં ગત તા. ૧૭-૦૮-૨૦૨૩ના રોજ ઢુવા ખાતે વાંકાનેર તાલુકા કક્ષાના મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આપણા દેશની સાથે સમગ્ર રાજ્યમાં મારી માટી મારો દેશ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાંકાનેરના ઢુવા ગામે નવા ઢુવા પ્રાથમિક શાળા ખાતે રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતિમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી સાથે સર્વે મહાનુભાવોએ કળશમાં માટી અર્પણ કરી માટીને વંદન કર્યા હતા. સૌએ તિરંગાને સલામી આપી પંચ પ્રાણ પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી સાથે અગ્રણીશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેશિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.કે. પરમાર સહિત સ્થાનિક પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.