GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના રવાપર ઘુનડા રોડ પર એપાર્ટમેન્ટમાં ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે‌ બે પક્ષો વચ્ચે મારા મારી

MORBI મોરબીના રવાપર ઘુનડા રોડ પર એપાર્ટમેન્ટમાં ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે‌ બે પક્ષો વચ્ચે મારા મારી

 

 

મોરબીના રવાપર ઘુનડા રોડ પર એપાર્ટમેન્ટમાં ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે ગાળો બોલવાની ના કહેતા બે ઇસમોએ ઈંટ વડે માથામાં મારી યુવાન અને તેની માતાને લાકડી વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

મોરબીના રવાપર ઘુનડા રોડ પર રામસેતુ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ રમેશભાઈ ગડારા (ઉ.વ.૩૨) વાળાએ આરોપી સુરેશ નાનજીભાઈ મિયાત્રા અને લાલાભાઈ નાનજીભાઈ મિયાત્રા રહે બંને રામસેતુ સોસાયટી શુભ એપાર્ટમેન્ટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ભાવિનભાઈને સામાવાળા એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઈની ગાડી પાર્કિંગમાંથી લેવા બાબતે ગાળો બોલતા ભાવિનભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી જેથી સુરેશ મિયાત્રાએ ઈંટ વડે માથામાં ઘા મારી તેના ભાઈ લાલાભાઈને બોલાવ્યા હતા લાલાભાઈ લાકડી લઈને આવી ફરિયાદી ભાવિન અને તેની માતાને લાકડી વડે માર માર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!