GUJARATJAMNAGAR CITY/ TALUKO

જામનગરની સુપ્રસિદ્ધ હાઇસ્કુલમાં એક દિવસીય ગરબા ઉત્સવ

 

*​સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ*

*સાંસદ શ્રી પૂનમબેન માડમે ભેટ અર્પણ કરી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો*

​જામનગર (ભરત ભોગાયતા)

જામનગરની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શાળા પરિસરમાં આયોજિત આ મહોત્સવમાં ૬૬૫ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

​આ કાર્યક્રમનો પ્રારંભ માતાજીની આરતી સાથે થયો ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ તાળી રાસ અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને મા જગદંબાની આરાધના કરી હતી. આ પ્રસંગે ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાળી રાસ, પંચિયા રાસ, ફ્રી સ્ટાઈલ રાસ, અને વેલ ડ્રેસ્ડ જેવી વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

​આ કાર્યક્રમમાં જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમે નવરાત્રિમાં ભાગ લેનાર તમામ ૬૬૫ વિદ્યાર્થિનીઓને સુંદર અને ઉપયોગી ભેટ અર્પણ કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સાંસદશ્રીની આ ભેટ બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

​સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા ડૉ. બી. એન. દવે, સુપરવાઈઝર, અને સમગ્ર સ્ટાફ પરિવારે સઘન જહેમત ઉઠાવી હતી.
000000

Back to top button
error: Content is protected !!