DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા રાજકમલ ચોકમાં 15 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી, તમામ માલ બળીને ખાખ

તા.07/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહીતની ફાયર ટીમો તેમજ આર્મીની ટીમો ધટના સ્થળે પહોંચી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક પાસે વ્યાસ સિલેક્શનમાં વહેલી સવારે અગમ્યો કારણસર આગ લાગતા આજુબાજુના કોમ્પલેક્સમાં અંદાજિત 25 દુકાનોમાં આગ ભભૂકી ઊઠી હતી ફાયરની ટીમને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ધ્રાંગધ્રા આર્મી તથા સુરેન્દ્રનગર વઢવાણ હળવદ સહિતની ફાયરોની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, રોટરી ક્લબ, જાગનાથ મહાદેવ ટીમ, દયાવાન ગ્રૂપ, પક્ષી બચાવો ગ્રૂપ, સ્વચ્છતા મિશન ગ્રૂપ સહિત અનેક સામાજિક સંસ્થાઓ પણ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે ધ્રાંગધ્રા કાપડના શોરૂમમાં લાગેલી આગ નજીકની 25 દુકાનોમાં ફેલાઈ ગઈ હતી વેપારીઓ પોતાની દુકાનોમાં ભરેલો મુદ્દામાલ બચાવવાનો પ્રયાસ હાથ ધરતા હોય તેવાં દૃશ્યો ધ્રાંગધ્રાની બજારમાં ઊભાં થયાં હતાં આગ સતત આગળ વધી રહી હતી આ ભયાવહ આગની ઘટનાના પગલે અફડાતફડીનો માહોલ ધ્રાંગધ્રાની બજારમાં સર્જાયો હતો બેથી અઢી કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન, આગ 70 ટકા કાબૂમાં ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે ડી પુરોહિતે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ફાયરની ટીમને અને પોલીસને કોલ મળેલો હતો કે ધ્રાંગ્રધા શહેરમાં વેદાંત કોમ્પલેક્સમાં આગ લાગી છે જેથી તાત્કાલિક ફાયરની ટીમો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઉપરાંત આર્મીને પણ જાણ કરવામાં આવી હતી જેથી તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઉપરાંત આજુ બાજુના જિલ્લાની અને તાલુકાની નગરપાલિકાની ફાયરની ટીમો પણ પહોંચી હતી ડોક્ટરની ટીમ પણ ઉપસ્થિત છે હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ છે 70% જેટલી આગ કાબૂમાં હાલ આવી ગઈ છે બપોર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાશે આર્મીના 8 સિનિયર ઓફિસર તેમજ 120 જવાનો ખડેપગે હાજર રહ્યા છે આસપાસની મોટાભાગની દુકાનો આગની ચપેટમાં આવી છે બેથી અઢી કરોડનું નુકસાન થયું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!