BANASKANTHAGUJARATPALANPURUncategorized

બનાસકાંઠામાં વિવિધ ગામની શાળાઓમાંગુરુ વંદન કાર્યક્રમ થકી ભારત વિકાસ પરિષદ પાલનપુર દ્વારા 178 કાર્યક્રમ યોજી રેકોર્ડ તોડ્યો

26 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં સેવા પ્રવૃત્તિ ધરાવતી ભારત વિકાસ પરિષદ દ્વારા બનાસકાંઠામાં વિવિધ ગામની શાળાઓમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન ના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ શું છે તેના ઉપર વાર્તાલાપ કરી 178 શાળાઓમાં કાર્યક્રમ યોજી રેકોર્ડ તોડતા સમગ્ર સંસ્થાના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.શાખા દ્રારા ગુરૂ વંદન છાત્ર – અભિનંદન કાર્યક્રમ પાલનપુર શહેર અને સાથે પાલનપુર, વડગામ, દાંતીવાડા અને અમીરગઢ તાલુકાના ગામોની *કુલ ૧૭૮ શાળાઓમાં યોજવામાં આવ્યો જે સમગ્ર દેશમાં આવેલી ભા.વિ.પ‌‌ ની ૧૫૦૦ ઉપરાંત ની શાખાઓમાં એક રેકોર્ડ છે.સંસ્થાના પ્રમુખ શ્રી ડૉ. મિહિર‌ પંડયા,મંત્રીશ્રી ભરતભાઈ પંચાલ, કાર્યક્રમ સંયોજક શ્રી દિપકભાઈ આકેડીવાલા, સહસંયોજક નીમાબેન પંચાલ તથા ખજાનચી ચિરાગભાઈ ત્રિવેદી ‌,અને સંસ્થાના સૌ ભાઈ બહેનોના સહકારથી સફળતા મળી છે. વર્તમાન સમયમાં વિસરાઈ રહેલી ગુરૂ શિષ્ય પરંપરાને ઉજાગર કરવાનું કામ વર્ષોથી ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવે છે, જે અંતર્ગત ગુરુપૂર્ણિમા ના દિવસો દરમિયાન વિવિધ શાળાઓમાં જઈ ગુરુનું મહાત્મ્ય સમજાવી, ગુરુપૂજન કરાવી, વિદ્યાર્થી ઓને પ્રતિજ્ઞા લેવડાવામાં આવે છે; તેમજ તેજસ્વી બાળકો અને શ્રેષ્ઠ શિક્ષકના સર્ટિફિકેટ આપવામાં આવે છે. સંસ્થાના તમામ સભ્યો સભ્યો આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ વખતે શ્રીમતી મીનુબેન તેમજ દિપકભાઈ આકેડીવાલા  દંપતીની  તેમજ દુર્ગેશભાઈ કેલા એ ગામડે ગામડે જઈને વિશેષ યોગદાન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!