PANCHMAHALSHEHERA

શ્રી ધનશ્યામ હાઇસ્કુલ ધામણોદ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

પંચમહાલ

વાત્સલ્યમ સમાચાર

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના શહેરા તાલકાની શ્રી ધનશ્યામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ ધામણોદ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી .જેમાં સ્કૂલ ના તમામ શિક્ષકો અને સ્કૂલ ના બાળકો એ ભાગ લીધો.દરરોજ સવારમાં પ્રાથના સમયે પણ સ્કૂલ ના શિક્ષિકા શ્રીમતી નીતાબેન બારૈયા દ્વારા બાળકોને યોગ વિષે સમજણ આપી યોગ કરાવવામાં આવે છે .આજ રોજ 21 જુન સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શ્રી ઘનશ્યામ હાઇસ્કુલ ધામણોદ માં

યોગ કરવામાં આવ્યા .યોગમાં નીપૂર્ણ એવા સ્કૂલના શિક્ષિકા શ્રીમતી નીતા બારૈયા દ્વારા સમગ્ર યોગ કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું અને બાળકોને યોગ કરાવવામાં આવ્યા. તથા સ્કૂલના શિક્ષકો હાર્દિક પંચાલ. ચેતના પટેલ, વર્ષા પટેલ .ગણપત બારીયા દ્વારા પણ બાળકોને યોગ વિશેની સંપૂર્ણ સમજણ આપવામાં આવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!