DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રાના કૂડાના રણમાં પરિવાર ફસાયો જો કે તંત્રએ બચાવી લીધો.

તા.13/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના કૂડાના રણમાં પરિવાર ફસાયો જો કે તંત્રએ બચાવી લીધો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કૂડા રણમાં બાઇક પર જતો પરિવાર રસ્તો ભુલી જતા રણમાં ફસાયો હતો આ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની સમય સૂચકતાના લીધે પરિવારને બચાવી લેવાયો હતો જેમાં હળવદ ટીકર રણના એક અગરિયાએ આ પરિવાર ફસાયાની સાથે મરવા પડ્યા હોવાનો ઓડીયો વાયરલ થતાં કલેક્ટરે મામલતદાર સહિતની ટીમોને રણમાં દોડાવી હતી અને એક દોઢ વર્ષની બાળકી સહિતના પરિવારને બચાવી લઇ રણમાંથી કૂડા લાવવામાં આવ્યા હતા આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રાજેસરા ગામના 30 વર્ષના હકીમ હાજીભાઇ, 29 વર્ષના એના પત્નિ જમિયત હકીમભાઇ અને દોઢ વર્ષની માસૂમ દીકરી રૂક્શાના હકીમભાઇ સાથે મોટરસાયકલ પર તેમના વતન સાંતલપુરથી રણ વિસ્તારમાં થઇને ધ્રાંગધ્રા આવી રહ્યાં હતા ત્યારે રણમાં રસ્તો ભુલી જવાની સાથે વરસાદમાં કાદવ વાળા રસ્તામાં એમનું બાઇક ફસાઇ ગયું હતુ અને બાઇક એમનાથી એકલા હાથે નિકળી શક્યું નહોંતુ ત્યારે હળવદ ટીકર રણના મનહરભાઇ ઠાકોર નામના અગરિયાએ રેકોર્ડીંગ મેસેજ વાયરલ કર્યો હતો કે, રણમાં ત્રણ લોકો ફસાયા છે એમની પાસે પીવાનું પાણી હોવા છતાં પાણી પી શકે એવી પરિસ્થિતિ પણ નથી જો એમને તાકીદે મદદ પહોંચાડવામાં નહીં આવે તો કદાચ એ લોકો અકાળે મોતને ભેટશે એમની પાસે મોબાઇલ પણ છે પણ એ લોકોની હાલત એટલી હદે દયનીય બની ગઇ છે કે, એ લોકો ફોન પણ ઉપાડી શકવાની સ્થિતીમાં નથી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!