KALOL(Panchamahal)PANCHMAHAL

રોજની ૬૦૦ એસટી બસની અવરજવર ધરાવતાં વેજલપુર બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટેની અપુરતી સુવિધાના કારણે હાલાકી

તારીખ ૩૦/૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વિકાસ એક એવો શબ્દ છે કે જેને સાંભળતા જ સંતોષનો ભાવ આવી જતો હોય છે પરંતુ સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતાં વિકાસ શબ્દ હવે સવાલો ઉભા કરે છે, આશંકા, અવિશ્વાસ પેદા કરે છે એવી વાત સાથે પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ એક સમસ્યા જોઇને પોત રજુ કરતા જણાવ્યું છે કે, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર વેપારી મથક ધરાવતું બજાર આવેલું છે જે મુખ્ય હાઇવે ઉપર આવેલ મોટી વસ્તિ ધરાવતું ગામ છે. અહીં એક દિવસમાં લગભગ ૬૦૦ થી પણ વધારે સરકારી એસટી બસોની અવર જવર રહે છે અને સ્ટોપેજ પણ ધરાવે છે. હજારોની સંખ્યામાં મુસાફરો વેજલપુર બસ સ્ટેન્ડ પરથી અવર જવર કરે છે. આ સ્ટેશન પર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવીન બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને સરકાર દ્વારા વિકાસ કર્યો હોવાના ગીતો ગાવામાં આવે છે પરંતુ હકીકત ગણો કે કમનસીબ ગણો આ બસ સ્ટેન્ડ માં મુસાફરો માટે પાયાની સુવિધાઓ જોવા મળતી નથી.મુખ્ય સુવિધા પર નજર કરીએ તો હજારો લોકોની અવર જવર ધરાવતા બસ સ્ટેન્ડ માં મુસાફરોને બેસવા માટેની પુરતી સુવિધા જ નથી. દોઢ બાય ચાર ફુટની સાઇઝ વાળા બિલકુલ સાદા પથ્થર લગાડેલા દસ બાંકડા (ફક્ત પથ્થર) મુકેલા છે જેની ઉપર માંડ પચાસ લોકો બેસી શકે એવી અપુરતી વ્યવસ્થા છે. જો લોકોની સુવિધા,સગવડ કે વ્યવસ્થા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય અને ૬૦ થી ૭૦ લોકો પણ બેસી ના શકે તો આ કયા પ્રકારની વિકાસ વ્યવસ્થા છે તેવું આશ્ચર્ય વ્યક્ત કરી જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ આ અંગે વિભાગીય તંત્રને જાણ કરીને પુરતી, જરુરીયાત મુજબની બેઠક વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!