HALOLPANCHMAHAL

Halol : હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરાઇ, અવનવા પોશાકમાં મુસ્લીમ બિરાદરો જોવા મળ્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૯.૯.૨૦૨૩

ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબની યાદમાં ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઇ છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું જ્યારે શુક્રવારના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક ૫હરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે હાલોલના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું. જે નગરના કસ્બા હુસેની ચોક, રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા, ઘોડાપીરની દરગાહ થઈ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ તકસીમ કરવામાં આવી હતી.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!