HALOLPANCHMAHAL

હાલોલ:એમ.જી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

તા.૧૬.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ એમ.જી.ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 18 વર્ષીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર તેની રૂમમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાંવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગેની જાણ હાલોલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને નીચે ઉતારી પ્રાથમિક પ્રક્રિયા હાથધરી તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જીતપુરા ગામની ઉર્વશીબેન ગણપતસિંહ પરમાર ઉ.વ.18 ગોધરા બાયપાસ રોડ પર આવેલ એમ.જી.મોટર્સ કંપની માં કામ કરતી હતી.અને એમ.જી.ગલ્સ હોસ્ટેલમાં રહેતી હતી.ગત રોજ હોસ્ટેલમાં પોતાની રુમમાં કોઈ કારણસર ગળે દુપટ્ટો બાંધી રુમ ના પંખા ઉપર લટકી આત્મહત્યા કરી લીધી હતી.14 મી મે રવિવારના રોજ ઉર્વશી ને વિકઓફ હતો અને તે શનિવાર ની શિફ્ટ પતાવી તેના માતાપિતા સાથે જીતપૂરા ગઇ હતી.અને ત્યાર બાદ તેના માતા પિતા રવિવારે ગલ્સ હોસ્ટેલમાં મુકવા પણ આવ્યા હતા. પરંતુ ગત રોજ સોમવારે ઉર્વશી ની તબિયત ઠીક ન હોવાથી તે નોકરી પર ગઇ ન હતી.અને સાંજે 4 વાગ્યે તેની માતા સાથે ફોન ઉપર વાત પણ કરી હતી. ત્યારબાદ સાંજ ના સમયે ઉર્વશી નો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં હોસ્ટેલનાં બીજા માળે તેની જ રૂમમાં પંખે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવ અંગે ગલ્સ હોસ્ટેલ દ્વારા હાલોલ ટાઉન પોલીસ ને જાણ કરતાં પોલીસ રાત્રે ગલ્સ હોસ્ટેલ પહોંચી યુવતીના માતા પિતા ને જાણ કરી તેઓની હાજરીમાં મૃતદેહ નીચે ઉતારી એમબ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તેનો મૃતદેહ પરીવાર જનો ને સોંપ્યો હતો.ઉર્વશીએ ક્યા કારણોસર આવું પગલું ભર્યું હશે તે દિશામાં પોલીસે તપાસ નાં ચક્રો ગતીમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!