GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ તાલુકાના ટુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

તા.30/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિકસિત ભારત સંકલ્પ યાત્રા-રથના આગમન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ‘ધરતી કહે પુકાર કે’, સ્વચ્છતા ગીત સહિતના કાર્યક્રમો યોજાયા.

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને વઢવાણ તાલુકાના ટુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યાત્રા દેશનાં ૨.૫૦ લાખથી વધુ ગામોમાં ભ્રમણ કરશે આ યાત્રા દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડી પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને લાભ આપવાનો છે સરકારે આરોગ્ય ક્ષેત્રે લીધેલા નક્કર પગલાઓની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે આ યોજના અંતર્ગત દેશનાં ૫૦ કરોડ જેટલાં ગરીબ લોકોના સ્વાસ્થ્યને આવરી લેવામાં આવ્યું છે આયુષ્માન ભારત યોજનામાં કુલ ૧૩૦૦થી વધુ પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળે છે દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી દરેક પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે વધુમાં તેમણે સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓને ટુવા ગામમાં એક પણ ઘર આયુષ્યમાન કાર્ડ વગર બાકી ન રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું વડાપ્રધાનએ ઉજ્જવલા યોજના શરૂ કરી દેશની બહેનોને ધુમાડામાંથી મુક્તિ અપાવી છે આ ઉપરાંત તેમણે ગામના દરેક લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા આગળ આવવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આ યાત્રામાં ભારત સરકારની આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના જેવી અલગ-અલગ ૧૭ યોજનાઓથી દરેક નાગરિકો માહિતગાર બને અને આ યોજનાઓના લાભો દરેક લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા શુભ હેતુથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે યાત્રા દરમિયાન તમામ લાભાર્થીઓ સુધી યોજનાઓની જાણકારી પહોંચે અને એક પણ લાભાર્થી બાકી ન રહે તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું આજે ટુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાનું સ્વાગત, પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ, વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડિયો, મેરી કહાની મેરી ઝુબાની, ડ્રોન ડેમોસ્ટ્રેશન, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ‘ધરતી કહે પુકાર કે’, સ્વચ્છતા ગીત જેવા ગીતોના ગાયન, ગ્રામ પંચાયતની સિદ્ધિઓ લેન્ડ રેકોર્ડનું ૧૦૦% ડિઝીટાઇઝેશન, PMJAY કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, માતૃ શક્તિ યોજના, બાલ શક્તિ યોજના, ઉજ્જવલા યોજના અંતર્ગત મહાનુભાવના વરદ હસ્તે લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય ભૂપતસિંહ ગોહિલ, ટુવા સરપંચ ઘનશ્યામભાઈ ચૌહાણ, ઉપસરપંચ દશરથભાઈ, વઢવાણ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, વઢવાણ મામલતદાર અરુણ શર્મા, તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!