HALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળામાં ગૌરી વ્રત નિમિત્તે મહેદી સ્પર્ધા યોજાઇ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨.૭.૨૦૨૩

તારીખ 30/ 6 /2023 ને શુક્રવારના રોજ હાલોલ નગરમાં આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળાના પ્રાંગણમાં “ગૌરીવ્રત નિમિત્તે” મહેદી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા ધોરણ 6 થી 12 ના અં.મા.અને ગુ. મા.ના વિદ્યાર્થીઓ માટે યોજાઈ.આજના સ્પર્ધાત્મક યુગમાં બાળક પાસે બધી જ આવડત જરૂરી છે .માત્ર પુસ્તક નું જ્ઞાન માત્રથી કશું થવાનું નથી બાળકોમાં પણ શિક્ષણની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જરૂરી છે તેથી બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને તેમનામાં રહેલી કલા બહાર આવે તે હેતુને ધ્યાનમાં રાખીને આવી સ્પર્ધાઓ શાળા કક્ષાએ યોજવામાં આવે છે. આમ આ મહેંદી સ્પર્ધામાં ગુ. મા. અને અં. મા. માંથી 250 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.બધા જ વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં આકર્ષક અને કલાત્મક રીતે મહેંદી મૂકીને બધાને આશ્ચર્યચકિત કર્યા . આકર્ષક રીતે મહેંદી મૂકનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ શાળાના આચાર્ય શ્રીમતી ડો. કલ્પનાબેન જોશીપુરાએ મહેદી સ્પર્ધામાં ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. અને શાળા કક્ષાએ યોજાતી બધી સ્પર્ધાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!