GUJARATRAJKOTVINCHCHHIYA

Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ ખાતે ૨૪ કુટુંબોને રહેણાંકના નિ:શુલ્ક પ્લોટના કબજા સોંપાયા

તા.૧૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજયમાં આવાસ વિહોણા કુટુંબોને આવાસ સહાય યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ વિહોણા કુટુંબો પોતાનું ઘર બનાવી શકે તેવા ઉમદા હેતુથી ૧૦૦ ચો.વારના ઘરથાળના પ્લોટ નિ:શુલ્ક આપવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ ખાતે વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને કલેકટરશ્રી રાજકોટ તરફથી રહેણાંકના હેતુ માટે ૧૦૦ ચો.વારના પ્લોટ ફાળવવામાં આવેલ હતા.

જે અંતર્ગત રાજકોટ કચેરીના સર્વેયરશ્રી સાથે માપણી કરીને સર્કલ ઓફીસરશ્રી (રેવ) વિંછીયા દ્રારા આજરોજ ૨૪ લાભાર્થીઓને પ્લોટના કબજા સુપ્રત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે ત્યારે સરકાર લોકોના આ સ્વપ્નને પૂર્ણ કરવા આ યોજના અંતર્ગત ૧૦૦ વારના પ્લોટ નિ:શુલ્ક આપે છે. ગરીબ નાગરિકો આવાસ વિહોણા કુટુંબો પણ પોતાનું મકાન બનાવી શકે તે હેતુથી રાજ્ય સરકારે રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઘરવિહોણા કુટુંબોને ૧૦૦ ચો.વાર ઘરથાળનો નિ:શુલ્ક પ્લોટ આપવાની યોજનાના લાભ આપવામાં આવશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!