GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ 26 મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ.

તા.09/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી લિંબડી ખાતે કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની 26 મી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર પી.એન.મકવાણાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઇ હતી બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી લિંબડી ખાતે કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પી.એન.મકવાણાએ જિલ્લા કક્ષાના આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે દરેક વિભાગોને પોતાના વિભાગની લાગુ પડતી કામગીરી સુપેરે નિભાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું તેમજ વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ તૈયાર કરવા તેમજ ટેબ્લો પ્રદર્શન ગોઠવવા અંગે પણ સંબંધિત અધિકારીઓને કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, પરેડ નિરીક્ષણ, વિવિધ વિભાગોના સ્ટોલ અને ટેબ્લો પ્રદર્શન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પૂર્વ સંધ્યાએ રોશની, કાયદો, વીજ પુરવઠો સહિતના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ. રાયજાદા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!