ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદમાં રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ અને રૂ. ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલ બનશે

આણંદમાં રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ અને રૂ. ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલ બનશે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તાહિર મેમણ – આણંદ – 07/12/2023- ગુરૂવાર :: મુખ્યમંત્રીએ આણંદના નાગરિકોની સર્વાંગીણ સુખાકારીના રૂ. ૨૭૦ કરોડના ૨૨ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કામોથી આણંદ જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ મળવાની છે.

 

 

 

તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં ગ્રામ્યસ્તર સુધી આરોગ્યની સુદ્રઢ સેવા પહોંચાડી છે. ગામડાઓમાં પણ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ બનવાથી ગામડાના નાગરિકોને ઉત્તમ તબીબી સેવાનો લાભ મળતો થયો છે. આટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ ડાયાલિસીસ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. તબીબી શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પહેલા રાજ્યમાં મેડિકલની માત્ર ૧૩૭૫ બેઠકો હતી, તેની સામે આજે ગુજરાતમાં સાત હજાર કરતા પણ વધુ બેઠકો છે. જેનાથી ગુજરાતના નાગરિકોની આરોગ્યલક્ષી સેવા માટે તબીબો વધુ મળશે. આયુષ્માન ભારત કાર્ડની મર્યાદા રૂ. ૧૦ લાખ કરી રાજ્ય સરકારે લોકોની આરોગ્યલક્ષી ચિંતા હળવી કરી છે.

 

આ પ્રસંગે આરોગ્ય મંત્રી એ અગત્યની ઘોષણા કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં આણંદમાં અંદાજિત રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ અને અંદાજિત રૂપિયા ૧૫ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલનું નિર્માણ થનાર છે. જેનું ખાતમુહૂર્ત આગામી બે માસમાં થઇ જશે.

સ્વતંત્રતા બાદ બે ગુજરાતી એટલે કે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ દેશને સુદ્રઢ નેતૃત્વ પ્રદાન કરીને દેશના વિકાસનો જે પાયો નાખ્યો હતો તેને

 

પ્રારંભે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં આણંદ જિલ્લાને રૂપિયા ૨૭૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ આણંદ જિલ્લાના નાગરિકો વતી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!