KALOL(Panchamahal)PANCHMAHAL

ખેડૂતોના જમીનું ધોવાણ અટકાવવા સરકારી ગ્રાન્ટોનો ભરપૂર ઉપયોગ છતાં અંજામ કેવો ?

તારીખ ૪ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવવા , નદીનાળામાં પાણીનો સંગ્રહ કરવા માટે સરકારની યોજનાઓમાંથી ચેકડેમ તૈયાર કરવામાં આવતા હોય છે.પરંતુ સરકાર દ્વારા વિકાસના કર્યો માટે વાપરવામાં નાણાંમાંથી ગુણવતા ભર્યું મટેરીયલ માં કોન્ટ્રાકટ, સરપંચ તલાટી અને તાલુકાના જવાબદાર અધિકારી અને એન્જીનીયરો ની મીલીભગતના કારણે વિકાસના કામોમાં કટકી કરી કંજુસાઈ કરી ઉભા કરવામાં આવતા ચેકડેમ એક-બે વર્ષમાં જ ધોવાણ થઈ જતાં હોય છે. જયારે આવા વિકાસના કામો તૂટી કે ધોવાઈ ગયા પછી કોઈ ફરકડું પણ મારવા તૈયાર હોતું નથી. જયારે ગ્રામ જનોકે જાગૃત નાગરિકો અવાજ ઉઠાવે તો તેવા વ્યક્તિના અવાજ ને પણ દબાવી દેવામાં આવતો હોય છે. સરકારી તંત્રમાં પણ આવા કામોની માહિતી માટે ” ખો ” આપવામાં આવતી હોવાનું જાણવા મળી રહે છે. જેના કારણે લાખોની ગ્રાન્ટનામાં કટકી કરી કોન્ટ્રાકટરો ફૂલી ફાલી જતાં હોય છે ?

કાલોલ તાલુકાના દેવચોટિયા ગ્રામપંચાયતમાં કરાડનદીનાં કિનારા પર આવેલા ખેતરોનાં ધોવાણ અટકાવવા માટે અંદાજીત વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં અંદાજીત રકમ ૩.૫૦ થી ૪ લાખ નાં ખર્ચે દેવચોટિયા ગ્રામ પંચાયત દ્વારા બનાવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી કરાડનદી પર બનાવેલ ચેકડેમનો અંજામ જોઈએ તો ” પાણી નાં નામે ભૂ ” જેવી જોવા મળી રહે છે. લાખોની ગ્રાન્ટમાંથી બનાવેલ ચેકડેમ સમય મર્યાદા પહેલાજ કટકી થઈ જતો હોવાનું સ્થળના દ્રષ્યો પરથી જણાઈ આવે છે. શુ સરકારી નાણાંનો ઉપયોગ કરી ખેડૂતતો નાં હિત માટેનાં કર્યોમાં કોઈ દેખરેખ કે જવાબ દાર હોય છે ખરૂ ? કે પછી રાજકીય હોદ્દા મળી ગયા પછી ” રામ રાજ ને પ્રજા સુખી ” જેવી પરિસ્થિતિ ની મજા લેતા હોય છે ? શું સરકારી કામમાં ગેરરીતિ થઈ છે કે કેમ તેની ચકાસણી તાલુકા વિકાસ અધિકારી કે પછી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે ? કે પછી જે તે સમય નાં વહીવટ દારો પર દોસનો ટોપલો મુકી ” ખો ” આપી દેવામાં આવશે તે હવે જોવું રહ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!