GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: હું મતદાન કરીશ : જસદણ અને ઉપલેટામાં અચૂક મતદાનના શપથ ગ્રહણ કરતાં નાગરિકો

તા.૧૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકશાહીના અવસરને દીપાવવા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેના ભાગરૂપે જસદણ અને ઉપલેટામાં નાગરિકોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.

જસદણ ખાતે મેલડી માતાજીના મંદિર પાસે યોજાયેલી ભગવાનની કથામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મતદાન કરવાની પ્રેરણા આપતા પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડીલ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરીને અચૂક મતદાનના શપથ ગ્રહણ કરાવ્યા હતાં.

આ ઉપરાંત, ઉપલેટા ઘટકના અરણી, ભાયાવદર, મેરવદર, ઉપલેટા (કેન્દ્ર -૨૯)માં મુખ્ય સેવિકા બહેનો દ્વારા તથા ઉપલેટા તાલકાના પાનેલી મોટી ગામે આંગણવાડી ખાતે આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મહિલાઓને મતદાનમાં ભાગીદારી વધારવા મતદાનના દિવસે મત આપવા જવાના કાર્યને પ્રાથમિકતા આપવા સમજાવ્યા હતાં. આ તકે મહિલાઓએ મતદાનની ખાત્રી આપી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!