HALOLPANCHMAHAL

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર સ્કૂલ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો પ્રવેશ ઉત્સવ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૭.૨૦૨૪

હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ શ્રી સ્વામી નારાયણ નિષ્ઠા વિદ્યામંદિર સ્કૂલ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો.આ પ્રસંગે શ્રી સાધુ કેશવસ્વરૂપ દાસજી,શ્રી સાધુ સંત પ્રસાદ દાસજી તેમજ આદરણીય રેખાબા અને સત્સંગ સમાજના પ્રમુખ શંકરભાઈ ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ મુખ્ય મહેમાનોએ શાળાના શૈક્ષણિક કાર્યક્રમો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો.જ્યારે શાળામા નવા પ્રવેશ મેળવનાર બાળકોનું પ્રોત્સાહક ઇનામ આપી સ્વાગત કરવામા આવ્યુ હતું અને શાળાના નાના બાળકોએ નિષ્ઠા વિદ્યામંદિર શાળા વિશે પોતાની કાલી ઘેલી ભાષામાં વક્તવ્ય તેમજ એકપાત્રિય અભિનય રજૂ કર્યા હતા ત્યારબાદ શાળાના તમામ વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ કરાવી આનંદ કરાવ્યો હતો.

Oplus_0

Back to top button
error: Content is protected !!