KALOL(Panchamahal)PANCHMAHAL

પ્રેમી પંખીડાઓને શોધવા નીકળેલ સગા દ્વારા બાકરોલનાં પૂર્વ સરપંચ અને મહિલાનુ અપહરણ કરનાર છ ને પોલીસે ઝડપ્યા.

તારીખ ૧૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બાકરોલ ગામનાં કોયાભાઈ ભાયલાલભાઈ રાવળનો પુત્ર યોગેશ પાવાગઢ કોટ ફળિયાના રાજેન્દ્ર કાનજીભાઈ રાઠવાની પુત્રી વૈશાલી બંને વચ્ચે પ્રેમ સંબધો બંધાતા બંને પ્રેમી પંખીડાઓ ઘર છોડી ભાગી ગયાં છે. ઘર છોડી ભાગી ગયેલા પાવાગઢનાં રાજેન્દ્ર રાઠવા નાં પરિવાર દ્વારા પોતાની પુત્રીને શોધવા દોડધામ મચાવી હતી. રાજેન્દ્રભાઈ નો પરિવાર પુત્રીને શોધતા શોધતા બાકરોલ કોયાભાઈ ભાયલાલભાઈ રાવળ નાં ઘરે પોહયાં હતાં. રાજેન્દ્રભાઈ રાઠવાનો પરિવાર તુફાનગાડી લઈ પોતાની પુત્રીને કોયાભાઈ નો પુત્ર લઈ ભાગી ગયો હોવાની જાણ થતાં ભાગેડુ છોકરીનાં પરિવાર જનો ભાગેડુ છોકરાને ઘરે પહોંચ્યા હતાં. જેથી છોકરાનાં પિતા માજી સરપંચને ઘરે આવી બનાવની વાતચિત્ત કરી પંચબોલાવી સમાજીક પ્રશ્નનો નિવેડો લાવવા માટે જણાવી પોતાના ઘર તરફ પરત ફર્યા ને થોડીવારમાં માજી સરપંચ સુભગસિહ સંગ્રામસિંહ ઠાકોર ગામનાં કોયાભાઈને ઘરે પોહયાં ત્યાંતો છોકરીના માતા-પિતા અને કેટલાંક તેમનાં સાથે આવેલ કેટલાંક માણસો કોયાભાઈ ને ઘરે બેઠ્યાં હતાં પરંતુ કોયાભાઈ ઘરે કોઈ ન મળતા પૂર્વ સરપંચને લગ્નમાં જવાનું હોવાથી તેમનાં ઘરેથી નીકળી ગયાં. માજી સરપંચ પોતાના ઘરે જઈ ને તેમનાં પુત્ર અનિરુદ્ધ સાથે બાજુના ગામ સમડીયાની મુવાડી ખાતે લગ્નમાં જતાં ગામ નજીકમાં આવેલ રેલ્વેફાટક પાસે રાત્રીના અંદાજીત નવવાગ્યાં સમયે ઊભા હતાં તે સમયે બાકરોલ તરફથી આવતી જી.જે.૩ એ.ટી ૯૮૫૯ નંબરની તુફાનગાડી પાછળ આવી અને સાથે બીજીપણ ગાડી આવેલ. પાછળ આવેલ તુફાનગાડી માંથી ડ્રાઇવર સહિતના માણસો ગાડીમાંથી ઉતરી પડી ગેરકાયદેસર મંડળી બનાવી પૂર્વ સરપંચને પકડી ઢોરમાર મારી ગરદન પકડી ઘસેડી ઉભેલ તુફાનગાડીમાં બેસાડી લઈ જતાં વાતચીત દરમ્યાન પૂર્વ સરપંચને જાણ થઈ કે તેમનાં ગામનાં ભાગેડુ છોકરાની માતા લીલાબેન ને પણ પાવાગઢ થી આવેલ લોકોએ ઉપાડી ગાડીમાં બેસાડેલ હતાં. જ્યારે પાવાગઢ પાસે અજાણ્યા ગામમાં લઈ જઈ એક ઘરમાં પુરી ઉપાડી લાવેલ ભાગેડુ છોકરીનાં પરિવાર જનોએ અને તેની માતાએ ધમકી આપતા જણાવ્યું હતું કે અમારી છોકરી વૈશાલી અમને સોંપી દો નહીંતો જાનથી મારી નાખી શું એમ કહી થોડીવારમાં પાવાગઢ થી અન્ય કોઈ જગ્યાએ લઈ જવા માટે છોકરીની માતા અને બીજી સ્ત્રીઓએ એ જણાવતા કહ્યું કે તે છોકરીની માતા છે. એમ કહી લીલાબેન કોહ્યાભાઈ રાવળ અને માજી સરપંચનું અપહરણ કરી બીજે લઈ જતાં પાવાગઢ પોલીસે ગાડી ઊભી રાખતા ગાડીમાંનાં માણસો નાસી છૂટ્યા હતાં. પાવાગઢ પોલીસ દ્વારા સહી સલામત હાલતમાં પોલીસ સ્ટેશન લઈ જઈ ને કાલોલ પોલીસ ને જાણ કરી હતી.કાલોલ પોલીસ દ્વારા મોડી રાત્રે કાલોલ પોલીસ સ્ટેશન લાવતા ગુરુવાર ની રાત્રી એ પોલીસ સ્ટેશન બહાર ટોળે ટોળા ઉમટ્યા હતા અને વાતાવરણ ઉગ્ર બની ગયેલ હતુ. ભાગેડુ છોકરી ની માતા-પિતા નાં નામજોગ અને બન્ને ગાડી નાં ડ્રાઇવરો અને ગાડી મા આવેલ માણશો સામે પૂર્વ સરપંચએ ફરિયાદ નોંધવી હતી જેની તપાસ દરમ્યાન કાલોલ પોલીસે તાત્કાલીક અસરથી કાર્યવાહી હાથ ધરી અપહરણ કરનાર(૧) સુમિત્રાબેન રાજેન્દ્રભાઈ રાઠવા રે. પાવાગઢ (૨)વીણાબેન મહેશભાઈ રાઠવા રે. પાવાગઢ(૩) જ્યોત્સનાબેન નરેશભાઈ રાઠવા પાવાગઢ કોટ વિસ્તારમાં(૪) લક્ષ્મીબેન વિજયભાઈ પર્વતભાઇ પરમાર પાવાગઢ રોડ હાલોલ (૫) સુરેખાબેન રમેશભાઈ રાઠવા રે. નાથકુવા (૬) અજયભાઈ અશોકભાઇ તડવી રે. નાથકુવા ને ઝડપી પાડયા હતા અને બીજા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આમ કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઈ જે ડી તરાલે ઉચ્ચ અધિકારીઓ ની સુચના મુજબ પોતાના સ્ટાફ સાથે ગણતરી ના કલાકોમા અપહરણ કરનાર છ આરોપીઓને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!