PANCHMAHALSHEHERA

કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિવિધ ડે ની શાનદાર ઉજવણી

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિવિધ ડે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે તારીખ 25 ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ પ્રાર્થના-ડે, નાસ્તા-ડે, ચોકલેટ ડે ,ડાન્સ ડે ,ગીત સંગીત ડે ,ગ્રુપ ડે ,સહિત અનેક ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી .જેના છેલ્લા દિવસે ટ્રેડિશનલ ડે પણ શાનદાર રીતે ઉજવાયો હતો. દરમિયાન વિદ્યાર્થીઓએ ગરબા તથા ડાન્સની રમઝટની સાથે જુદા જુદા ફિલ્મી – નોન ફિલ્મી ગીતો ગાઈ કોલેજને રંગબેરંગી બનાવી દીધી હતી, સમગ્ર કાર્યક્રમનું આયોજન લખન સામિયાણી તથા નીતેશ સામતાણી દ્વારા અન્ય મિત્રોના સહકારથી શાનદાર રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને માર્ગદર્શન કોલેજના પ્રિન્સિપાલ ડો.અરુણસિંહ સોલંકી સહિત તમામ સ્ટાફે આપ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!