HIMATNAGARSABARKANTHA

માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા ખાતે નિરામયા હેલ્થ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા ખાતે નિરામયા હેલ્થ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

*********

લીગલ ગાર્ડિયનશીપ મેળવવાની સમગ્ર પ્રક્રિયા અંગે સમજણ અપાઇ

********

ભારત સરકારના નેશનલ ટ્રસ્ટ એક્ટ- ૧૯૯૯ હેઠળ અમલીકૃત નિરામયા યોજના હેઠળ નિરામયા હેલ્થ કાર્ડ વિતરણ કાર્યક્રમ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સાબરકાંઠા ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નેશનલ ટ્રસ્ટ હેઠળની મંદબુદ્ધિ (બૌદ્ધિક અસમર્થતા), ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબીલીટી જેવી ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના લાભાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. નેશનલ ટ્રસ્ટ એક્ટ ૧૯૯૯ તથા નિરામયા યોજનાના લાભો અને ક્લેમ કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે નેશનલ ટ્રસ્ટ હેઠળની ગુજરાત સ્ટેટ નોડલ એજન્સી, અંધજન મંડળ વસ્ત્રાપુર, અમદાવાદ ખાતેથી ઉપસ્થિત રહેલ વનરાજસિંહ ચાવડા દ્વારા વિગતવાર માહિતી અપાઈ હતી. રક્ષા હેલ્થ ઇન્સ્યોરન્સ TPA (P) Ltd નવરંગપુરા અમદાવાદ ખાતેથી ઉપસ્થિત એક્ઝીક્યુટીવ શ્રી પાર્થ પંડ્યાએ નિરામયા યોજના હેઠળ ક્લેમ કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી.

ચારેય દિવ્યાંગતા ધરાવતા વાલીઓને લીગલ ગાર્ડિયનશીપ (કાનૂની વાલીપણાનું સર્ટિફિકેટ) મેળવવા સમગ્ર પ્રક્રિયા અંગે સમજણ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા અપાઇ હતી. આ કાર્યક્રમમાં માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા ના પ્રમુખશ્રી નાનુભાઇ પટેલ, ઉપપ્રમુખશ્રી જસવંતલાલ શાહ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડૉ.વી.એ.ગોપલાણી, ટ્રસ્ટીશ્રી ડૉ નટુભાઇ પટેલ, વહીવટી સંચાલક શ્રી જીતુભાઇ પટેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એમ.એચ.પટેલ, શ્રી ભરતભાઈ બ્રહ્મભટ્ટ કેમ્પસ ડાયરેક્ટર શ્રી બહેરા મુંગા બાળકોની શાળા તલોદ, જયંતિભાઇ પટેલ પ્રમુખશ્રી મમતા દિવ્યાંગ શિશુ વિદ્યાવિહાર સંસ્થા તથા સમાજ સુરક્ષા કચેરી, બાળ સુરક્ષા કચેરી અને માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પ્રાંતિજ અને હિંમતનગર શહેરના આવી દિવ્યાંગતા ધરાવતા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!