HALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસે બીલીયાપુરા ગામેથી સાત જુગારી ઓને ઝડપી પાડયા

તા.૩.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ 

હાલોલ તાલુકાના બીલીયાપુરા ગામના કોતરમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી હાલોલ ગ્રામ્ય પોલીસનાં પીઆઈ આર.એ.જાડેજા નાઓને મળતા પીઆઈ આર.એ.જાડેજા અને તેમની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારીને ગંજીપાના ઉપર પૈસાની લેવડદેવડનો જુગાર રમતા સાત ઈસમો ને ઝડપી પાડ્યા હતા.જ્યારે પોલીસ રેડ દરમ્યાન પત્તા પાનાંનો જુગાર રમતા ઈસમો માં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સાત ઈસમો સાથે સાડા બાર હજાર અને પત્તા પાનાંનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાર્યવાહી કરી છે.હાલોલ તાલુકાના બિલિયાપુરા ગામે કોતર પાસે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની જાણ હાલોલ રૂરલ પોલિસનાં પીઆઈ ને થતા પોલીસે સ્ટાફ સાથે છાપો મારતા જે તે સ્થળે કેટલાક ઈસમો ટોળું વળી બેઠેલા જણાતા પોલીસે ચારે તરફ ઘેરો કરી છાપો મારતા જુગાર રમી રહેલા સાત ઈસમોમાં શેલેશ કુમાર અમરસિંહ પરમાર,વીરેન્દ્રકુમાર અરવિંદભાઈ પરમાર,રણજીતસિંહ ભુલસીહ પરમાર,દિલીપસિંહ ગણપતસિંહ પરમાર,ભરતકુમાર લક્ષ્મણસિંહ પરમાર,શેલેશસિહ નરવતસિંહ પરમાર,અજયસિંહ શનાભાઈ સોલંકી નાઓ પોલીસના હાથે ઝડપાઇ જતા તમામ ને હાલોલ રૂરલ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ ઉપર અંગ જડતી અને દાવ ઉપર લગાવવમાં આવેલી રકમ ૧૨,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!